વલસાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આદિવાસી નેતા અનંત પટેલને ઉતાર્યા મેદાને, જાણો તેમના પોલિટિકલ કેરિયર વિશે

|

Mar 12, 2024 | 9:04 PM

વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું 2024 લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા અનંત પટેલનું નામ લોકસભાની ચૂંટણી પાટે જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોમાં ફીટ બેસતા અનંત પટેલનું નામ જાહેર કરાયું હોવાની માહિતી સામે આવી છે, જાણો કોણ છે અનંત પટેલ.

વલસાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આદિવાસી નેતા અનંત પટેલને ઉતાર્યા મેદાને, જાણો તેમના પોલિટિકલ કેરિયર વિશે

Follow us on

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આદિવાસી લોકો વસવાટ કરે છે. વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના છે. લોકસભા ચૂંટણી માટે વલસાડ બેઠક પર જીતનાર પક્ષની સરકાર બનવાની લોકવાયકા પ્રચલિત હોવાનું માનવામાં આવે છે. વલસાડ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે આંદોલનકારી નેતા તરીકે અનંત પટેલ પ્રચલિત છે.

વલસાડ લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું જે આ વિસ્તારમાં આદિવાસી આગરની તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે અનંત પટેલ લોકપ્રિય છે. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે.

વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવાંઆ આવ્યો છે. લોક સભા ચૂંટણી માટે વલસાડ બેઠક પર જીતનાર પક્ષની સરકાર બનવાની લોકવાયકા પ્રચલિત હોવાનું માનવામાં આવે છે પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ તે હવે આગામી ચૂંટણીના પરિણામો બાદ જ સામે આવશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે. આંતરિક વિવાદોને થાળી પાડવા માટે કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.

ધારાસભ્ય અનંત પટેલ અંગે વાત કરવામાં આવે તો તેઓ હાલમાં વાંસદા 177 વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય છે. હવે કોંગ્રેસ દ્વારા તેમને લોકસભા 2024 માટે ઉમેદવાર જાહેર કર્યા છે. તેમના પોલિટિકલ કરિયરની વાત કરવામાં આવે તો..

લોકસભા 2024 ના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું પોલિટિકલ કેરિયર

  • જન મિત્ર – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2004
  • સરપંચ – ઉનાઈ ગ્રામપંચાયત તા. વાંસદા. 2007-2012
  • મહામંત્રી સરપંચ એસોસિએશન 2007-2012
  • પ્રમુખ – વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ 2009
  • મહામંત્રી – વલસાડ લોકસભા યુથ કોંગ્રેસ – 2012
  • પ્રમુખ – વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ 2013-2016
  • પ્રમુખ – વાંસદા તાલુકા પંચાયત 2016
  • MLA – 177 વાંસદા વિધાનસભા 2017 (માર્જિન 18293)
  • ભૂતપૂર્વ પ્રમુખ – ગુજરાત કોંગ્રેસ આદિજાતિ સેલ વિભાગ 2022
  • MLA – 177 વાંસદા વિધાનસભા 2022 (માર્જિન 35033)

(ઈનપુટ ક્રેડિટ : નીલેશ ગામીત)

Published On - 8:59 pm, Tue, 12 March 24

Next Article