વલસાડ લોકસભા બેઠક પરથી સાંસદ કે.સી પટેલનું કપાયું પત્તુ, આદિવાસી નેતા ધવલ પટેલની કોંગ્રેસના અનંત પટેલ સામે ટક્કર
BJP 2nd List Gujarat: ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી બહાર પાડી છે. હવે ભાજપે 7 સીટો પર જાહેરાત કરી છે. વલસાડ લોકસભા પરથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે ભાજપે સોશ્યલ મીડિયામાં એક્સપર્ટ ધવલ પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી ઉમેદવાર યાદીમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ વલસાડના લોકસભા ઉમેદવારની પસંદગી કરી જેની પાછળ ભાજપની મોટી રણનીતિ છે. આદિવાસી નેતા ધવલ પટેલ ના નામ પર ભાજપે લોકસભા માટે પસંદગી ઉતારી છે. હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે. મહત્વનું છે કે તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડ સ્થાયી થયેલા ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections#LokSabhaElections #LokSabhaElections2024 #TV9Gujarati #TV9News #BJP #GujaratBJP #BJP #Sabarkantha #Ahmedabad #Vadodara #Bhavnagar #Surat #Valsad #BjpCandidateList pic.twitter.com/8vRzzWYEN7
— Tv9 Gujarati (@tv9gujarati) March 13, 2024
વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. મહત્વનું છે કે, ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી લોકસભા બેઠક પર ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સાથે ટક્કર થશે.