AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટની 'જસદણ પટારી' હસ્તકલાને મળી વૈશ્વિક ઓળખ ! GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે

Breaking News : રાજકોટની ‘જસદણ પટારી’ હસ્તકલાને મળી વૈશ્વિક ઓળખ ! GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે

| Updated on: Jun 22, 2026 | 3:16 PM
Share

GI ટેગ મળતા હવે જસદણ પટારીના નામે બનતા નકલી ઉત્પાદનો પર નિયંત્રણ આવશે. મૂળ કારીગરોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે, સાથે આ ઉત્પાદનોની બજારમાં નવી ઓળખ બનશે

ગુજરાતના સમૃદ્ધ અને પરંપરાગત હસ્તકલા વારસાને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું ગૌરવ મળ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને તાલુકાની સદીઓ જૂની અને ‘જસદણ પટારી’ની પરંપરાગત હસ્તકલાને સત્તાવાર રીતે GI ટેગ રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવ્યું છે. જસદણ પટારી માત્ર એક લાકડાની પેટી નથી, પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, કારીગરોની મહેનત અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાનું જીવંત પ્રતિક છે. સુંદર કોતરણી, આકર્ષક ડિઝાઇન અને મજબૂત બનાવટ માટે જાણીતી પટારીની માંગ વર્ષોથી દેશ અને વિદેશમાં જોવા મળે છે.

જસદણ પટારીની પરંપરાગત હસ્તકલાને મળ્યું GI ટેગ

GI ટેગ મળતા હવે જસદણ પટારીના નામે બનતા નકલી ઉત્પાદનો પર નિયંત્રણ આવશે. મૂળ કારીગરોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે, સાથે આ ઉત્પાદનોની બજારમાં નવી ઓળખ બનશે.દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જસદણ પટારીનું બ્રાન્ડ મૂલ્ય વધશે જસદણના હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની વાત કરીએ તો અહીં 200થી વધુ હેન્ડીક્રાફ્ટ એકમ કાર્યરત છે. જેમાં આશરે 4 હજારથી વધુ લોકો રોજગારી મેળવે છે.

200 જેટલી વિવિધ હસ્તકલાનું ઉત્પાદન થાય છે

એક એકમમાં સરેરાશ 50થી વધુ લોકો કામ કરે છે અને 200 જેટલી વિવિધ હસ્તકલા વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંના કલાત્મક ઉત્પાદનો ખરીદવા માટે દેશભરથી વેપારીઓ આવે છે.માત્ર દેશમાં જ નહીં અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ સહિત અનેક દેશોમાં પણ આ વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે.

પરંપરા અને કળાની વૈશ્વિક સ્વીકૃતિ મળી

GI ટેગ મળ્યાની ખુશીમાં સ્થાનિક કારીગરોએ રાજીપો વ્યક્ત કર્યો..GI ટેગથી માત્ર કારીગરોની આવકમાં વધારો નહીં થાય, પરંતુ નવી પેઢી પણ આ પરંપરાગત કળા તરફ આકર્ષાશે. જેના કારણે વર્ષોથી ચાલતી આવતી આ હસ્તકલાનો વારસો વધુ મજબૂત બનશે.જસદણ પટારીને મળેલું GI ટેગ માત્ર એક સન્માન નથી, પરંતુ હજારો કારીગરોની મહેનત, પરંપરા અને કળાની વૈશ્વિક સ્વીકૃતિ છે

Breaking News Junagadh: વિદેશ જવાની લાલચમાં પુત્રએ માતાને જ લૂંટી! માતાનું ગળું દબાવી ₹20 લાખનો મુદ્દામાલ પડાવ્યો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Published on: Jun 22, 2026 03:14 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">