AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટમાં સૌપ્રથમ હેલ્મેટ કોણે પહેર્યું હતું ? મોટરસાઈકલના હેલ્મેટથી આવેલો વિચાર ખેલાડીઓ માટે બન્યો આશીર્વાદ

આજે ક્રિકેટમાં હેલ્મેટ વગર બેટિંગ કરવાની કલ્પના પણ મુશ્કેલ છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે બેટ્સમેનો કોઈ સુરક્ષા વિના ફાસ્ટ બોલરોનો સામનો કરતા હતા. અનેક ગંભીર ઈજાઓ વચ્ચે એક ક્રિકેટરે મોટરસાઈકલના હેલ્મેટમાંથી પ્રેરણા લઈને એવો વિચાર આવ્યો, જેણે ક્રિકેટનો ચહેરો જ બદલી નાખ્યો.

ક્રિકેટમાં સૌપ્રથમ હેલ્મેટ કોણે પહેર્યું હતું ? મોટરસાઈકલના હેલ્મેટથી આવેલો વિચાર ખેલાડીઓ માટે બન્યો આશીર્વાદ
first helmet in cricketImage Credit source: X/ESPN
| Updated on: Jun 22, 2026 | 5:33 PM
Share

ક્રિકેટના આધુનિક યુગમાં હેલ્મેટ ખેલાડીઓની સુરક્ષાનું સૌથી મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. આજે લગભગ દરેક બેટ્સમેન અને નજીકના ફિલ્ડર હેલ્મેટ પહેરે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ખેલાડીઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ફાસ્ટ બોલરોનો સામનો કરતા હતા. તે સમય દરમિયાન માથા અને ચહેરા પર બોલ વાગવાની ઘટનાઓ સામાન્ય હતી. તે સમયે ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાં હેલ્મેટ પહેરવાનો વિચાર આવ્યો હતો.

ડેનિસ એમિસે પહેલીવાર ક્રિકેટમાં હેલ્મેટ પહેરી

ક્રિકેટમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત કરનાર ખેલાડી ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ડેનિસ એમિસ હતા. તેઓ માત્ર ODI ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી જ નહોતા, પરંતુ ખેલાડીઓની સુરક્ષા અંગે નવી વિચારસરણી લાવનાર વ્યક્તિ પણ હતા. ડેનિસ એમિસને હંમેશા ઝડપી બોલરો સામે રમતી વખતે ઈજાનો ભય સતાવતો હતો.

મોટરસાઈકલના હેલ્મેટથી મળી પ્રેરણા

હેલ્મેટનો વિચાર તેમને પેકર્સ વર્લ્ડ સિરીઝ દરમિયાન આવ્યો હતો. તે સમયગાળામાં અનેક ઝડપી બોલરો 90 માઈલ પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલિંગ કરતા હતા. એક દિવસ ડેનિસ એમિસ પોતાના સાથી ટોની ગ્રેગ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક મોટરસાઈકલ અને તેની બાજુમાં રાખેલા હેલ્મેટ પર પડી.

ખેલાડીઓની સુરક્ષા માટે મોટું પગલું સાબિત થયું

આ દૃશ્ય જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે મોટરસાઈકલના હેલ્મેટને ક્રિકેટ માટે અનુકૂળ બનાવી શકાય. તેમણે આ વિચાર ટોની ગ્રેગ સાથે શેર કર્યો. બાદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી અને ક્રિકેટમાં હેલ્મેટનો ઉપયોગ શરૂ થયો. શરૂઆતમાં તે હેલ્મેટ આજના આધુનિક હેલ્મેટ જેટલા સુવિધાજનક નહોતા, પરંતુ ખેલાડીઓની સુરક્ષા માટે તે મોટું પગલું સાબિત થયું.

ડેનિસ એમિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ડેનિસ એમિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ શાનદાર રહી હતી. તેમણે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 3612 રન અને 11 સદી નોંધાયેલી છે. જોકે, તેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેમણે ક્રિકેટને હેલ્મેટ જેવી અમૂલ્ય ભેટ આપી, જે આજે લાખો ક્રિકેટરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે.

FIFA World Cup 2026: લિયોનેલ મેસ્સીએ જે બાળકને ખોળામાં રમાડ્યો, તેણે FIFA વર્લ્ડ કપમાં કર્યો પહેલો ગોલ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">