ગાંધીનગર પોલીસે દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા 15 લોકોને મુક્ત કરાવ્યા, વિદેશ જવાની લાલચે બન્યા હતા છેતરપિંડીનો શિકાર

ગાંધીનગર પોલીસે 3 મહિનાથી દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા 15 લોકોને મુક્ત કરાવ્યા છે અને એક આરોપીની અટકાયત કરી છે. વિદેશ મોકલવાની લાલચે 15 લોકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચે છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:56 PM

વિદેશ મોકલવાની(Foreign)  લાલચે 15 લોકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. જેમાં 3 મહિનાથી દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા(Hostage)  15 લોકોને ગાંધીનગર પોલીસે(Gandhinagar Police)  મુક્ત કરાવ્યા છે. અને એક આરોપીની અટકાયત કરી છે. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચે છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવ્યા હતા. અમદાવાદના એજન્ટ રાજેશ પટેલ સહિત 4 આરોપીએ નિર્દોશ લોકોને ગોંધી રાખી કુલ 3 કરોડ 5 લાખ 74 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ છે. છેતરપિંડી કેસમાં રાજેશ પટેલ ઉપરાંત સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એજન્ટ રાજેશ પટેલ લોકોને કોલકત્તા અને દિલ્લી મોકલતો હતો. જ્યાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધનિયા નામના આરોપી લોકોને બંધક બનાવતા અને અમાનુષી અત્યાચાર ગુજરાતા હતા.

દાવો છે કે, બંધક બનાવેલા લોકો પર અમાનવિય ત્રાસ ગુજારાતો હતો. બંધક બનાવાયેલા લોકો પાસેથી કેનેડા પહોંચી ગયા હોવાનું ખોટું નિવેદન લેવડાવાયું હતું. નિવેદન લેવડાવી ભોગ બનનારાના પરિવાર પાસેથી પણ કુલ 2 કરોડ 31 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો દાવો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat : યુવતીની જાહેરમાં હત્યા, પોલીસે કહ્યું ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

આ પણ વાંચો : Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">