AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodra : રખડતા ઢોરનો આતંક યથાવત્, ગાયે વધુ એક વૃદ્ધને અડફેટે લેતા થયા ઇજાગ્રસ્ત

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. નગર હોય કે મહાનગર, દરેક જગ્યાએ રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે. રાજ્યમાં ફરી એક વખત રખડતા ઢોરે જાહેર રસ્તા પર રીતસર કહેર વર્તાવ્યો છે ક્યાંક ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, તો ક્યાંક આખલાયુદ્ધે લોકોના શ્વાસ અદ્ધર કર્યાં છે.  

Vadodra : રખડતા ઢોરનો આતંક યથાવત્, ગાયે વધુ એક વૃદ્ધને અડફેટે લેતા થયા ઇજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:17 PM
Share

રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. વડોદરામાં આવી એક ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધ ઉપર ગાયે હુમલો કર્યો હતો.

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરામાં રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કર્યો છે. શહેરના ભૂતડી ઝાંપા વિસ્તાર બાદ સ્વામી વિવેકાનંદ માર્ગ ઉપર ગાયના હુમલાની ઘટના બની છે. સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે.રખડતા ઢોરને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

રાજ્યમાં માર્ચ મહિનામાં રખડતા ઢોરના હુમલાના અનેક બનાવો બન્યા છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે. ગઈકાલે શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા પર ગાયના ટોળોએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તો  ફરી એક વાર સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. પીડિતોના પરિવારજનોએ તંત્ર રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.

જોકે જોકે ઉપરાછાપરી આવી ઘટના બનતા વડોદરામાં કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને કોર્પોરેશન દ્રારા નાગરવાડા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભોગ બનનારના ઘરની સામેથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. જોકે લોકો અવાર નવાર બનતી આવી ઘટનાઓથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને સત્વરે  રખડતા ઢોર ઉપર  કાબૂ મેળવવામાં આવે તેવી માંગણી પણ કરી છે.

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. નગર હોય કે મહાનગર, દરેક જગ્યાએ રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે. રાજ્યમાં ફરી એક વખત રખડતા ઢોરે જાહેર રસ્તા પર રીતસર કહેર વર્તાવ્યો છે ક્યાંક ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, તો ક્યાંક આખલાયુદ્ધે લોકોના શ્વાસ અદ્ધર કર્યાં છે.

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">