AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: વિશ્વાસે વહાણ ડૂબ્યાં, જમીન માલિક હરેશ અમીનના વિશ્વાસુઓએ જ તેમના મોતને આપ્યો અંજામ, બંધ ફોને ઉકેલ્યું મોતનું રહસ્ય

વડોદરા (Vadodara) ખાતે મે મહિનામાં જમીન માલિક હરેશ અમીનના મોત ઉપરથી પડદો ઉઠ્યો હતો અને પોલીસ તપાસમાં વિગતો સામે આવી હતી કે તેમનું મોત અકસ્માત નહોતું, પરંતુ વિશ્વાસુ નોકર બંધુઓએ તેમની સુનિયોજિત હત્યા કરી હતી.

Vadodara: વિશ્વાસે વહાણ ડૂબ્યાં, જમીન માલિક હરેશ અમીનના વિશ્વાસુઓએ જ તેમના મોતને આપ્યો અંજામ, બંધ ફોને ઉકેલ્યું મોતનું રહસ્ય
vadodra-Land owner Haresh Amin's beliefs led to his death, find out the full details
yunus.gazi
| Edited By: | Updated on: Jul 08, 2022 | 11:21 PM
Share

વડોદરાના લેન્ડલોર્ડ હરેશ અમીનના રહસ્યમય મોત પરથી વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadodara police) પડદો ઉઠાવતા ઘટસ્ફોટ કર્યો છે કે હરેશ અમીનની કાર અકસ્માતે નહોતી સળગી કે અકસ્માતે હરેશ અમીનનું મોત (Murder) નથી થયું, પરંતુ તેઓની સુનિયોજિત હત્યા કરવામાં આવી હતી, વડોદરા ગ્રામ્ય પોલીસે હરેશ અમીનના ફાર્મ પર નોકર તરીકે કામ કરતા બે સગા ભાઈઓ, એક ભાઈની પત્ની સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમે પ્રારંભમાં અકસ્માત, અકસ્માતે આગ લાગવા સહિતની થિયરી પર તપાસ શરૂ કરી, પરંતુ આ અકસ્માત નહીં લાગતા અને કોઈ એ આગ લગાડી હોય અથવા હત્યા કરી હોય તે થિયરી પર તપાસ શરૂ કરવા સાથે હરેશ અમીનને કોની સાથે અદાવત કે વાદવિવાદ હતો તે મુદ્દે તપાસ શરૂ થઈ, છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન જમીનના સોદાઓ તથા અન્ય મુદ્દાઓ પર તપાસ શરૂ કરી, પરંતુ તેમાં કોઈ ફળદાયી પરિણામ મળ્યું નહીં. છેવટે બંધ ફોને આ મોતનું રહસ્ય ઉકેલવામાં મદદ કરી હતી.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરામાં 18મી મેના દિવસે સવારે સિંઘરોટ ઓમેટા હાઈવે પર ઈકો કાર સળગતી હોવાનો મેસેજ મળતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ, આગ કાબુમાં આવતા જ અંદરના દ્રશ્યો જોતા જ સૌ કોઈ હચમચી ઉઠ્યા, કારણ કે અંદર ભડથું  થઈ ગયેલ એક માણસનો મૃતદેહ હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદરા તાલુકા પોલીસને જાણ કરી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. સળગતી કાર અને આસપાસના સંજોગો જોતા પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતની જ ઘટના લાગે, પરંતુ એ અકસ્માત નહોતો એ આયોજન પૂર્વકની હત્યા હતી અને હત્યાના પુરાવાઓને નાશ કરવાનું ષડયંત્ર. પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસે નાનામાં નાના પુરાવાઓ અને કડીઓ એકત્ર કરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી ઘટસ્ફોટ કર્યો કે હરેશ અમીનનું અકસ્માતમાં મોત નહોતું થયું. તેઓની આયોજન બદ્ધ રીતે હત્યા કરવામાં આવી હતી.

પોલીસે બંધ ફોનના આધારે કરી તપાસ

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વધુમાં જણાવ્યું કે વડોદરા ગ્રામ્ય પોલીસ, SOG, LCB તથા અન્ય પસંદગીના પોલીસ કર્મીઓની ટીમો બનાવી અને વિવિધ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી. જેમાં હરેશ અમીનના ઓર્ચીડ ફાર્મ હાઉસમાં કામ કરતા અને તેઓની સાથે સતત સંપર્કમાં હોય તેવી વ્યક્તિઓની ગતિવિધિઓ, કોલ ડેટા એનલિસીસીસ ઉપરાંત ઘટના સ્થળ અને તેની આસપાસના મોબાઈલ ટાવરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું જેમાં ઘટના સમયે ઘટના સ્થળની આસપાસ તથા ઓર્ચીડ ફાર્મ હાઉસની આસપાસ સક્રિય કેટલાક મોબાઇલ કોલ ઘટનાના અડધો કલાક પછી સ્વિચ ઓફ આવવા લાગ્યા અને અહીંથી કડીઓ તથા આ કેસનું રહસ્ય ખોલી શકે તેવી ચાવીઓ મળવાની શરૂઆત થઈ. આ કડીઓનું પગેરું હરેશ અમીનના વિશ્વાસુ નોકરો સુધી પહોંચતું હતું. હરેશ અમીને પોતાના ફાર્મ હાઉસ પર રાખેલા સંતરામપુરના પ્રવીણ માલિવાડ અને તેના ભાઈ ભરત માલિવાડ પર આંધળો ભરોસો હતો, તેઓ તમામ કારોબાર અને આર્થિક વ્યવહાર આ બંને ભાઈઓ થકી કરતા હતા.

આજ રીતે અત્યાર સુધી આ બંને ભાઈઓએ હરેશ અમીને ટુકડે ટુકડે 90 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રકમની ઉઘરાણી હરેશભાઈએ શરૂ કરી, જેથી પ્રવીણ અને ભરતે આ નાણાં ચૂકવવા ના પડે તેથી હરેશ અમીનની હત્યાનો કારસો રચ્યો. જેમાં પ્રવીણની પત્ની લક્ષ્મી પણ સામેલ થઈ અને તેઓના વતન નજીકથી અન્ય ત્રણને બોલાવ્યા જેઓને રૂપિયા 15 -15 લાખ આપવાની લાલચ આપી. તમામને 18મીની અડધી રાત્રે ફાર્મ હાઉસ પર બોલાવી લીધા. 18મી મેના રોજ પરોઢિયે આયોજન પૂર્વક પ્રવીણની પત્ની લક્ષ્મીને પ્રથમ હરેશ અમીનના ખુલ્લા રૂમમાં મોકલી ત્યારબાદ ભરત, પ્રવીણ અને સોમા બારીયાએ રૂમમાં જઈ ઊંઘતા હરેશભાઈને તેઓના રૂમમાં જ મોઢું દબાવી મોઢામાં ડૂચો મારી ઈકો કારમાં બહાર લાવી બેસાડી દીધા, ત્યારબાદ સિંઘરોટ જવાના રોડ પર કોતરમાં લઈ જઈ પથ્થર તથા લાકડીઓથી માર મારી હરેશ અમીનની હત્યા કરી હતી.

બાદમાં લાશને ગાડીમાં નાંખી થોડાક અંતરે લઈ જઈ લાશને ડ્રાઈવર સીટ પર બેસાડી દઈ ગાડીની અંદર તથા બહાર પેટ્રોલ છાંટી આગ લગાવી દઈ સમગ્ર ઘટનાને અકસ્માત અને આગ દુર્ઘટનામાં ખપાવી દેવાની કોશિશ કરી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે આ તમામની ધરપકડ કરી તેઓની પાસેથી કાવતરું ઘડવાથી લઈ ઘટનાને અંજામ આપી ફરાર થયા અને ક્યાં કોની મદદથી આશરો લીધો તે તમામ બાબતની રજેરજની માહિતી અને કબૂલાત મેળવી લીધી છે હવે આ ટોળકી સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ

પ્રવીણ માલિવાડ, રહે આતલવાડા,કડાણા, ભરત માલિવાડ,રહે આતલવાડા,કડાણા, લક્ષ્મી પ્રવીણ માલિવાડ,રહે આતલવાડા,કડાણા, સોમા પર્વત બારીયા, નિશાળ ફળિયા, કડાણા સુનિલ રમેશ બારીયા,નિશાળ ફળિયા, કડાણા સુખરામ ઉર્ફે સુખો ડામોર, તલાવડી ફળિયું, ફતેહપુરા જિલ્લો દાહોદ

હરેશ અમીનની હત્યાનું ષડયંત્ર રચનાર પ્રવીણ માલિવાડ અને ભરત માલિવાડ અને તેઓના પરિવારના નામે જંગી મિલકતો હોવાનું સામે આવ્યું છે, પત્ની લક્ષ્મીના નામે એક ફ્લેટ છે, અન્ય મકાન તથા જમીનો છે,ગત વર્ષે વતન કડાણામાં 100 વીઘા જેટલી જમીન ખરીદી હતી, આટલી મોટી રકમની જમીન ખરીદવાના નાણાં ક્યાંથી લાવ્યા, શુ હરેશ અમીનની જ આ જમીન છે અને માલિવાડ બંધુઓના નામે લીધી છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">