Vadodara : બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ, લાયસન્સ ન હોવાનો ખુલાસો, જુઓ Video

Vadodara : બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ, લાયસન્સ ન હોવાનો ખુલાસો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2024 | 1:22 PM

બે દિવસ પહેલા વડોદરાના છાણી કેનાલ પાસ બેફામ દોડતી કચરા ગાડીની અડફેટે લેતા માસૂમ બાળકનું મોત થયુ હતુ. બાળકના કમર અને પગમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. બાળકના મોતના કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યાં છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે બે દિવસ પહેલા વડોદરાના છાણી કેનાલ પાસ બેફામ દોડતી કચરા ગાડીની અડફેટે લેતા માસૂમ બાળકનું મોત થયુ હતુ. બાળકના કમર અને પગમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. બાળકના મોતના કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યાં છે.

પોલીસે ડ્રાયવરની કરી ધરપકડ

મળતી માહિતી અનુસાર છાણી વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ રિવર્સ લેતી સમયે બાળકને કચડ્યું હતુ. કચરાની ગાડી ચલાવનાર 23 વર્ષીય ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હવે લાયસન્સ વગર ડ્રાઇવરને નોકરીએ રાખનાર કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે કે નહીં જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. કોન્ટ્રાકટર કેવી રીતે લાઈસન્સ વગરના વ્યક્તિને ડ્રાઈવર તરીકે નોકરી આપી શકે ?

g clip-path="url(#clip0_868_265)">