AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ ગેમ્સને અનુલક્ષીને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા

વડોદરામાં(Vadodara) સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sama Sports Complex)  ખાતે 36 મી નેશનલ ગેમ્સ (Natioanl Games 2022) અન્વયે જીમ્નાસ્ટીક ની રોમાંચક સ્પર્ધાઓ યોજવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે

Vadodara : સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ ગેમ્સને અનુલક્ષીને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા
Vadodara Zero Waste Free Managment
yunus.gazi
| Edited By: | Updated on: Sep 29, 2022 | 11:51 PM
Share

વડોદરામાં(Vadodara) સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sama Sports Complex)  ખાતે 36 મી નેશનલ ગેમ્સ (Natioanl Games 2022) અન્વયે જીમ્નાસ્ટીક ની રોમાંચક સ્પર્ધાઓ યોજવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં આ સ્થળ ને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ ની કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.વડોદરા મહાનગર પાલિકાના મેયરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જરૂરી યંત્રો ગોઠવીને અદ્યતન આયોજન કર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આ વ્યવસ્થાઓ કાર્યાન્વિત કરાવી હતી.

આ વિભાગના એનવાયરોનમેન્ટ એન્જિનિયર કશ્યપ શાહે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ,વ્યવસ્થાપકો અને દર્શકો એકત્ર થવાના હોવાથી પાણીની પ્લાસ્ટિકની બોટલો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશે.તેનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે.જેના માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઓન સાઈટ પ્લાસ્ટિક ક્રશર મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. જે એક રાઉન્ડમાં ૧ હજાર બોટલો ભાંગી શકે છે.તે પછી તેની ટાંકીમાં થી આ કચરો કાઢી તેનો ફરીથી બોટલ ક્રશિંગ માટે ઉપયોગ કરી શકાય છે.

ખેલાડીઓ સહિત મહેમાનોના ભોજન માટે સ્થળ પર રસોડાઓ ની વ્યવસ્થા છે જેના લીધે ભીનો ખાદ્ય કચરો એકત્ર થવાનો છે.તેના યોગ્ય નિકાલ માટે ઓનસાઇટ કંપોસ્ટિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જે દૈનિક 500 કિલોગ્રામ ભીના કચરાનું સેન્દ્રીય ખાતર માં રૂપાંતરણ કરશે.આમ,આ વ્યવસ્થાથી સ્વચ્છતાની જાળવણી અને ખાતર ઉત્પાદનનો બેવડો લાભ થશે.

આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ તેમજ સૂકા કચરાના નિકાલ માટે બે કલેક્શન વાન વારાફરતી કચરો ઉપાડવા અને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કામ કરશે. સ્વચ્છ ગુજરાતની ભાવના સાકાર કરતી આ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ ની વ્યવસ્થા આ પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઇવેન્ટ ને સફળ બનાવવામાં અગત્યનું યોગદાન આપશે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">