Vadodara: મેયરના વોર્ડના જ કારોડિયા ગામની દુર્દશા, કોર્પોરેશનમાં સમાવેશ છતાં વિકાસના નામે શુન્ય

|

Mar 27, 2022 | 7:26 PM

શહેરી વિસ્તારમાં સમાવેશ થવા છતાં હજુ સુધી કારોડિયામાં કોઈ જ પ્રકારની માળખાકીય સુવિધા મળી નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોર્પોરેશન વેરામાં વધારો ઝીંકે છે.

Vadodara: મેયરના વોર્ડના જ કારોડિયા ગામની દુર્દશા, કોર્પોરેશનમાં સમાવેશ છતાં વિકાસના નામે શુન્ય
Vadodara: Zero in the name of development in Karodia village of the mayor's ward (ફાઇલ)

Follow us on

વડોદરામાં (Vadodara) વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે. પરંતુ ખુદ મેયરનો(Mayor) વોર્ડ જ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. વાત છે કોર્પોરેશનમાં (Corporation) સમાવાયેલા (Karodia village)કારોડિયા ગામની. જેને વોર્ડ નંબર 8માં સમાવાયેલું છે. આ વોર્ડ મેયર કેયુર રોકડિયાનો વોર્ડ છે. તેમ છતાં અહીં ગંદકીનો પાર નથી. વરસાદી કાંસ ખુલ્લી છે. જે ગંદકીથી ખદબદી રહી છે. કાંસમાં નાખવા માટેની પાઈપો પણ છેલ્લા બે વર્ષથી લાવીને સાઈડમાં મૂકી રાખેલી છે. જે હવે એકબાદ એક તૂટવા લાગી છે. કદાચ થોડા સમયગાળા બાદ પાઈપો પણ કોઈ કામની નહીં રહે. લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કાંસમાં પાઈપો નાખવાની જ નહોતી તો પછી શા માટે લવાઈ? શું મળતિયાઓને ફાયદો કરાવવા માટે પાઈપો લાવવામાં આવી છે?

શહેરી વિસ્તારમાં સમાવેશ થવા છતાં હજુ સુધી કારોડિયામાં કોઈ જ પ્રકારની માળખાકીય સુવિધા મળી નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોર્પોરેશન વેરામાં વધારો ઝીંકે છે. પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. સારો રસ્તો નથી. પાણી અને ગટરની સમસ્યા છે. ગંદકીથી આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે. રોગચાળાનો ભય સતાવે છે. આ બધી જ સમસ્યાઓ મેયરના વોર્ડની જ હોવા છતાં તેઓ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી લાવતા. જેને પગલે રોષે ભરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 8માં ટીમ ગબ્બર દ્વારા વોર્ડ નંબર 8ની મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારને શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યા બાદ પણ આજદિન સુધી રોડ રસ્તા, પીવાનું પાણી, તેમજ ડ્રેનેજ આવી તમામ પ્રકારની સુવિધાઓ મળી નથી. સાથે આ વિસ્તારમાં મુલાકાત લેતા વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી વરસાદી કાંસમાં પાઈપો નાખવા માટેની ઘણા સમયથી પાઈપો ખંડેર હાલતમાં જોવા મળે છે. સાથે કાંસમાં ઘણી દુર્ગંધ મારી રહી છે કચરો પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે , સ્થાનિક લોકોનું કહેવું છે કે વડોદરા શહેર શહેરી વિસ્તારમાં આવ્યા બાદ પણ આજદિન સુધી કોઈ માળખાકીય સુવિધા મળી નથી અને હાલમાં વડોદરા કોર્પોરેશન દ્વારા પુષ્કળ વધુ પ્રમાણમાં વેરા બિલ આપવામાં આવ્યા છે તમામ ગ્રામજનો વિરોધ જોવા મળી રહ્યો હતો ટીમ ગબ્બર દ્વારા માંગ કરવામાં આવી છે કે જે પણ પાયાની સુવિધા હોય તે તમામ જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે નહિ તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ Banaskantha: દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોનું પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન

આ પણ વાંચોઃ મહેસાણાઃ રાસાયણિક ખાતરના ઉપયોગથી દેશમાં હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થવા છતાં કિસાન શોષિત જ રહ્યો

 

Published On - 4:45 pm, Sun, 27 March 22

Next Article