Vadodara: સિવિલ એન્જીનિયરનું શિક્ષણમાં અનોખું ઘડતર, વર્ષોથી ફુટપાથ પર વસતા બાળકોને આપે છે નિઃશુલ્ક શિક્ષા
Vadodara Teacher News: વડોદરામાં નિકુંજ પટેલ નામના એક સિવિલ એન્જિનિયર વર્ષોથી ફૂટપાથ પર બાળકોને નિ:શુલ્ક શિક્ષા આપી છે. અહીં રોજના 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
ભારતભરમાં લાખો પરિવારો એવા છે કે જેમની માસિક આવક એટલી ઓછી છે કે તેઓ બે ટાઈમના ભોજન માટે પણ સંઘર્ષ કરે છે. આવી સ્થિતિમાં, બાળકોને ખોરાક અને પાણી સાથે શિક્ષણ (Education) પણ આપવુ આ પરિવારો માટે પડકારરુપ છે. આ પરિવારો માટે ગરીબી (Poverty) વચ્ચે બાળકોને ભણાવવું એ પહાડ પર ચઢવા બરાબર છે એવુ કહેવુ અતિશયોક્તિ નથી. જો કે ગુજરાતના વડોદરામાં (Vadodara) આવા ગરીબ બાળકો માટે એક વ્યક્તિ ‘દેવદૂત’ બનીને આવી છે. આ વ્યક્તિ શિક્ષણથી વંચિત ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરી રહી છે. આ માટે તેણે ફૂટપાથ પર જ સ્કૂલ ખોલી દીધી છે.
ફુટપાથ પર જ બાળકોને આપે છે શિક્ષણ
ગુજરાતમાં રહેતા નિકુંજ ત્રિવેદી સિવિલ એન્જિનિયર છે. નિકુંજ ત્રિવેદી વર્ષોથી વડોદરાના ફૂટપાથ પર ગરીબ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. નિકુંજના આ કામ માટે દરેક જગ્યાએ તેની પ્રશંસા થઈ રહી છે. નિકુંજ એવા બાળકોને મફત શિક્ષણ આપે છે જેમના માતા-પિતા તેમના બાળકોની ટ્યુશન ફી પરવડી શકતા નથી. નિકુંજ વડોદરામાં ખાનગી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને ફૂટપાથ પર ભણાવે છે. તેમનો હેતુ લોકો અને બાળકોમાં શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
રોજના 95 થી 100 બાળકો અભ્યાસ માટે આવે છે
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં નિકુંજ ત્રિવેદીએ કહ્યું હતુ કે, ‘અહીં દરરોજ KG થી લઇને 10માં ધોરણ સુધીના 95 થી 100 બાળકો અભ્યાસ કરવા આવે છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો કેટલાક ખાનગી શાળાઓમાં. પરંતુ તેમના માતા-પિતા ટ્યુશન ફી ભરી શકતા નથી. તેથી જ હું આ વિદ્યાર્થીઓને મફતમાં ભણાવું છું.’ નિકુંજે જણાવ્યું કે, તે જુદા જુદા વિષયોમાં મૂળભૂત ખ્યાલોને સ્પષ્ટ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં પણ લખીને ભાષા પર ધ્યાન આપે છે.
અભ્યાસક્રમ અનુસાર આપુ છુ શિક્ષણ
નિકુંજે કહ્યું, ‘હું ધોરણ 5 થી 10 સુધીના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમ અનુસાર ભણાવું છું અને નાના વિદ્યાર્થીઓના ખ્યાલોને સ્પષ્ટ કરું છું. હું તેમને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લખવાનું કહું છું. લોકો મને આર્થિક મદદ કરે છે અને હું 5-6 વિદ્યાર્થીઓની શાળાની ફી પણ ભરું છું.