Vadodara: ગણેશ વિસર્જનને ધ્યાને રાખી પોલીસભવનમાં મળી શાંતિ સમિતિની બેઠક, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક મુદ્દે ચર્ચા

Vadodara: વડોદરામાં ગણેશ વિસર્જનના કાર્યક્રમને ધ્યાન રાખી કમિશનર અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં વિસર્જન દરમિયાન ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 9:48 PM

વડોદરા (Vadoadara)માં ગણેશ મહોત્સવને લઈ પોલીસભવનમાં શાંતિ સમિતી (Peace Committee)ની બેઠક મળી. જેમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન દિવસ દરમિનયાન કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાય રહે તે માટે મંથન કરાયું. આ ઉપરાંત ગણેશ પંડાલોમાં રાત્રીના સમયે તથા ગણપતિ વિસર્જન (Visarjan)ના દિવસે ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવવા અંગે સૂચનો કરાયા. પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકોએ સહયોગ કરવાની આપી ખાતરી- CP શમશેરસિંહ

વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યુ કે ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકોએ સહયોગ આપવા માટેની ખાતરી આપી છે. જેમાં મુસ્લિમ સમાજ તરફથી ગણેશજીની સવારી જ્યારે નીકળે તે દરેક જગ્યા ઉપર સ્વાગત થાય એ બાબતનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુસ્લિમ સમાજના યુવક મંડળ પણ ગણેશજીની સવારીની સ્વાગત કરવા માટેની તૈયારી બતાવી છે. પાણીગેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી ગણપતિ વિસર્જનના ટાઈમિંગને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ટ્રાફિક જામ ન થાય. તેમજ આ વર્ષે કીર્તિ સ્તંભવાળા રોડ પરથી અને ડાંડિયા બજાર બાજુથી એમ બે રૂટ પણ વિસર્જન માટેના નક્કી કરવામાં આવ્યા છે.

આ અંગે વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટે જણાવ્યુ કે જે રીતે મહોરમનો તહેવાર બધાએ મળીને સારી રીતે ઉજવ્યો હતો, જેમાં હિંદુ સમાજે સહયોગ આપ્યો હતો. એ જ રીતે તમામ સમાજના લોકો મળીને વડોદરાના ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં સહયોગ આપે અને કોઈને પણ આ કાર્યક્રમ દરમિયાન તકલીફ ન પડે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">