Vadodara: માતાને પરિવારના ગુજરાન માટે વારંવાર અપમાનિત થતાં જોઈ, સગીર પુત્રી IPS ઓફિસર બની સન્માન અપાવશે
એક્સિડેન્ટમાં શોભાએ બંને પગ ગુમવ્યા અને પતિની મિલની નોકરી છૂટી ગઈ ત્યારે તેણે મજબૂરીમાં દારૂનો ધંધો શરૂ કર્યો, પોલીસની સમજાવટથી હવે આ ધંધો છોડી તેની સગીર પુત્રીના સપના સાકાર કરવામાં મદદ કરશે.
વડોદરાની એક સગીરાએ બાળપણથી જ તેની માતા શોભાને તેના પોતાના ઘરના ચાર જણના પરિવારનું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરતા જોઇ છે. તેમના પિતા મિલ કામદાર હતા અને નજીવી આવક ઘરે લાવતા હતા અને માંગ ઘર ચાલતું હતું પણ જ્યારે મિલ બંધ થઈ જતાં તેમની નોકરી છૂટી ગઈ અને તેમને દારૂની લત લાગી ગઈ. ઘરની બધી જવાબદારીઓ શોભાના ખભા પર આવી ગઈ. અધુરામાં પૂરું સગીરાની માતાએ બસ અકસ્માતમાં પોતાના બંને પગ પણ ગુમાવી દીધા. જોકે શોભાએ હિંમત હારી નહોતી અને બંને પગ ન હોવા થતાં પરિવારની જવાબદારી સંભાળી લીધી હતી.
શોભા પોતે હાલી ચાલી શકતી નહોતી તેવામાં તેના માટે પૈસા રળવા સહેલા નહોતા. તેના પતિ દારૂ પિતા હોવાથી તેણે દારૂ વેચવાનું નક્કી કર્યું. પોતે બુટલેગર બની ગઈ. જોકે આ માટે તેને વારંવાર પોલીસ તરફથી અપમાન સહન કરવું પડતું હતું. સગીરા ખુશી આ બધુ જોતી હતી, પણ તે સમજતી હતી કે તેની માતા પરિવારના ગુજરાન માટે આ બધું કરી રહી છે. તેણે મનમાં ગાઠ બાંધી લીધી કે એક દિવસ આઈપીએસ અધિકારી બનશે અને તેની માતા અને તેના જેવી અન્ય મહિલાઓની જિંદગીમાં સુધારો લાવવાના પ્રયાસ કરશે.
11મા ધોરણમાં ભણતી 17 વર્ષની વિદ્યાર્થીની ખુશીએ કહ્યું, મેં પોલીસ બનવાનું નક્કી કરી લીધું છે. હું પોલીસ એફિસર બનીને જરૂરિયાતમંદ અને પીડિત લોકોની મદદ કરવા માંગુ છું, તેણે કહ્યું કે મે અત્યારથી જ UPSC પરીક્ષાઓ વિશે તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ શોભાએ પણ પોલીસની SHE ટીમની સમજાવટ બાદ દારૂનો ધંધો છોડી દીધો છે.
ખુશીએ કહ્યું કે મેં પુસ્તકો એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે અને એકવાર હું મારું ગ્રેજ્યુએશન પુરુ થઈ જાય એટલે યુપીએસસીની તૈયારી શરૂ કરીશ. મારે આઈપીએસ ઓફિસર બનવું છે. પોલીસ વિભાગે જે રીતે મારી માતાને મદદ કરી, હું અન્ય ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મદદ કરવા માંગુ છું. મને ખુશી છે કે મારી માતાએ ધંધો છોડી દીધો છે,” ખુશી અત્યારે મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) ચેમ્પિયન છે અને કબડ્ડી પણ રમે છે.
શોભા છેલ્લા 10 વર્ષથી બુટલેગિંગનો ધંધો કરતી હતી અને ત્યારે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની સામે કેટલીક વખત કેસ નોંધવામાં આવ્યા હતા, તેણે આખરે પોલીસ વિભાગની SHE ટીમ અને સેવાતીર્થ નામના NGOની મદદથી ગેરકાયદેસર દારૂનો ધંધો છોડી દીધો. તાજેતરમાં. તે શહેરની 22 મહિલા બુટલેગરોમાં સામેલ છે જેમણે તાજેતરમાં પોલીસ વિભાગની મદદથી બુટલેગિંગ છોડી દીધું છે.
શોભાએ જણાવ્યું કે ખુશી છેલ્લા કેટલાક વર્ષોથી મને બૂટલેગિંગ છોડી દેવાનું કહેતી હતી પરંતુ મારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો. હું ચાલી શકતી નથી તેથી સરળ રીતે પૈસા કમાવવા માટે બુટલેગિંગનો ધંધો કર્યો પરંતુ હું આ ગેરકાયદેસર વેપારમાં ક્યારેય ખુશ ન હતી.
મિલ બંધ થયા પછી મારા પતિએ તેમની નોકરી ગુમાવી દીધી અને તેણે સામાન્ય નોકરીઓ શરૂ કરી, પરંતુ મારા અકસ્માત બાદ તણાવથી તેને દારૂની લત લાગી ગઈ. ઉત્તર પ્રદેશમાં તે બસ અકસ્માતમાં, તેની પુત્રી ડિંકલના પગની બે આંગળીઓ પણ કપાઈ ગઈ હતી તેથી, મારી પાસે પૈસા પૂરા કરવા માટે દારૂનું વેચાણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મારા પતિનું 2015માં અવસાન થયું હતું. શોભાએ કહ્યું કે તે હવે રસ્તાની બાજુમાં ઈંડાની ખાણીપીણીની લારી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું કે હું ખુશ હતો જ્યારે ખુશીએ મને કહ્યું કે તે IPS ઓફિસર બનવા માંગે છે. અમારો વિભાગ તેને UPSCની તૈયારી માટે તમામ મદદ કરશે. અમે મહિલા બુટલેગરોને પણ મદદનો હાથ લંબાવ્યો છે જે આ ધંધો છોડીને નવું જીવન શરૂ કરવા માંગે છે.
Great job, SHE team
The SHE team has worked as a ray of hope in the life of Shobha & her daughter.
Police department is serving the people with their efforts not only as a part of their duty but as a social cause too. They are a circle of hope, passion, inspiration & lot more. pic.twitter.com/5wm62T2Gmq
— Harsh Sanghavi (@sanghaviharsh) January 21, 2022
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને પોલીસના આવા સરાહનિય કામ બદલ પ્રસંશા કરી છે. તેમણે લખ્યું છે કે પોલીસ વિભાગ તેમની ફરજના ભાગરૂપે જ નહીં પરંતુ એક સામાજિક હેતુ તરીકે પણ તેમના પ્રયાસોથી લોકોની સેવા કરી રહ્યું છે.
(સૌજન્યઃ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)
આ પણ વાંચોઃ ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા