Vadodara: સઘન રસીકરણથી લમ્પીગ્રસ્ત 101 પશુઓ થયા સાજા, જિલ્લામાં એક પણ પશુનું મૃત્યુ ન થયાનો તંત્રનો દાવો

|

Aug 10, 2022 | 7:06 PM

જિલ્લા અતુલ ગોરે જણાવ્યું હતું કે લમ્પી (Lumpy) વાયરસના હાલમાં 87 એક્ટીવ કેસ છે. આઠ તાલુકામાં કુલ 64 ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેની સાથે 1962 એમ્બ્યુલન્સ અને બરોડા ડેરી દ્વારા લમ્પી વાયરસ સામે રક્ષણાત્મક રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara: સઘન રસીકરણથી લમ્પીગ્રસ્ત 101 પશુઓ થયા સાજા, જિલ્લામાં એક પણ પશુનું મૃત્યુ ન થયાનો તંત્રનો દાવો
Vadodara: Intensive vaccination cured 101 lumpy cattle

Follow us on

રાજ્યમાં સતત લમ્પી વાયરસનો (Lumpy virous) કહેર વર્તાયો છે, ત્યારે વડોદરા  (Vadodra) જિલ્લામાં રસીકરણને પગલે 188માંથી 101 પશુઓ સાજા થઈ જતા તેમના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં લમ્પીગ્રસ્ત 188 પશુઓમાંથી 101 પશુઓ સાજા થઈ ગયા છે.  પશુપાલન વિભાગ અને બરોડા ડેરી (Baroda Dairy) દ્વારા અત્યાર સુધીમાં કુલ 14,965 પશુઓને રસી આપી લમ્પીથી સુરક્ષિત કરાયા છે. પશુઓમાં ખાસ કરીને ગાય અને બળદમાં પ્રસરવાની શક્યતા ધરાવતા લમ્પી સ્કીન ડિસીઝને રસીને કારણે નિયંત્રણમાં રાખી શકાયો છે. પશુપાલન વિભાગ દ્વારા સમયસર રસીકરણની કામગીરી કરવામાં આવતા અત્યાર સુધીમાં નોંધાયેલા લમ્પી વાયરસના 188 કેસ પૈકી 101 પશુઓ સાજા થઈ ગયા છે.

હાલમાં 87 એક્ટિવ કેસ

જિલ્લા અતુલ ગોરે જણાવ્યું  હતું કે લમ્પી (Lumpy) વાયરસના હાલમાં 87 એક્ટીવ કેસ છે. આઠ તાલુકામાં કુલ 64 ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેની સાથે 1962 એમ્બ્યુલન્સ અને બરોડા ડેરી દ્વારા લમ્પી વાયરસ સામે રક્ષણાત્મક રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કરજણ અને પાદરા તાલુકામાંથી લમ્પી વાયરસના મહત્તમ કેસો મળ્યા હોવાથી ત્યાં ઘનિષ્ઠ રીતે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતોની ટીમ પાદરાના 34 ગામના 3,684 અને કરજણના 47 ગામના 4,014 પશુઓને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત આ તાલુકામાં બરોડા ડેરી દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે.

પશુપાલન અધિકારી ડો. ધવલ માંડવિયાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 144 ગામમાં 14,944 ગાય અને બળદનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 21 ભેંસને પણ રસી મૂકવામાં આવી છે. રસી આપવામાં આવેલા પશુઓની ઉક્ત કુલ સંખ્યામાં 28 ગૌશાળાના 3738ના પશુઓનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વડોદરામાં નથી થયું એક પણ પશુનું મૃત્યુ

હાલમાં રિંગ વેક્સીનેશન પદ્ધતિ અપનાવવામાં આવી છે. એટલે કે કોઈ સ્થળે લમ્પી વાયરસનો કેસ મળ્યો હોય તેની આસપાસના ગામોમાં પ્રથમ વેક્સીનેશન કરવામાં આવે છે. ત્યાં સુધીમાં વાયરસ વાળા સ્થળે નિયત સમયગાળો પૂરો થઈ જાય અને તે બાદ બીજા પશુઓને રસી મૂકવામાં આવે છે. હાલમાં ગોટપોક્સ કે શીપપોક્સ રસીનો એક મિલિમિટરનો ડોઝ પશુને આપવામાં આવે છે. આ ડોઝથી પશુઓ બે દિવસમાં સારૂ થઈ જાય છે, તેથી જ વડોદરામાં હજુ સુધીમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી. એક્ટિવ કેસની સંખ્યા આજે 87 જ છે.

Next Article