Vadodara : પોલીસ માટે આવાસીય અને બિનઆવાસીય સુવિધાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું
વડોદરા( Vadodara) જિલ્લા મુખ્ય મથક છાણી ખાતે ગુજરાત પોલીસ નિગમ દ્વારા નવ નિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ લોકાર્પણમા વડોદરા જિલ્લામાં એસઆરપી ગ્રુપ 1માં બી ટાઈપના આધુનિક સુવિધાના 40 આવાસો સહિત પોલીસ વિભાગના અશ્વ દળ, શ્વાન દળ અને મોટર ટ્રાન્સપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah)નડિયાદથી વર્ચ્યુઅલી વડોદરામાં(Vadodara)ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત રહેણાંક આવાસોનું (Police Residence) લોકાર્પણ કર્યું હતું. વડોદરા ગ્રામ્ય છાણી સ્થિત જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ નિગમ દ્વારા નવનિર્મિત આધુનિક પોલિસ અશ્વ દળ, પોલીસ શ્વાન દળ તેમજ પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ સહિત એસઆરપી ગ્રુપ એક ખાતે બી ટાઈપના નવ નિર્મિત આવસો અને કચેરીઓનું લોકાર્પણ કર્યું હતું.
વડોદરા જિલ્લા મુખ્ય મથક છાણી ખાતે ગુજરાત પોલીસ નિગમ દ્વારા નવ નિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ લોકાર્પણમા વડોદરા જિલ્લામાં એસઆરપી ગ્રુપ 1માં બી ટાઈપના આધુનિક સુવિધાના 40 આવાસો સહિત પોલીસ વિભાગના અશ્વ દળ, શ્વાન દળ અને મોટર ટ્રાન્સપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા મુખ્યાલય ખાતે આયોજિત સમારોહમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા , શહેર પ્રમુખ ડો વિજય ભાઈ શાહ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સહિત જિલ્લા પોલિસ વડા રોહન આનંદ સહિત કમાંડન્ટ જાની ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ગ્રામ્યમાં કુલ 11 અશ્વો અને 2 શ્વાન ફરજ પર છે. છાણી મુખ્ય મથક ખાતે અશ્વ દળઅને શ્વાન દળની આધુનિક નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. ગ્રામ્ય જિલ્લા ખાતે 228 વાહનો કાર્યરત છે. ત્યારે મોટર ટ્રાન્સપોર્ટની આધુનિક સુવિધા સાથેની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. વડોદર સ્થિત એસઆરપી ગ્રુપ1ના કર્મચારીઓ માટે 40 આધુનીક સુવિધા સાથેના આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતેથી અંદાજિત રૂપિયા ૩૪૭ કરોડથી વધુના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ 925 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત દેશમાં પોલીસ સેટિસફેક્ષન રેશીઓમાં મોખરે છે તે માટે મુખ્યમંત્રી તથા તેમના સાથી ગૃહ રાજ્ય મંત્રી અને સમગ્ર રાજ્ય પોલીસ તંત્રને આત્મીય અભિનંદન આપતાં જણાવ્યું કે સ્વતંત્રતા મળી ત્યારથી અત્યાર સુધીમાં દેશના પોલીસ દળોના ૩૫ હજારથી વધુ જવાનોએ લોક સુરક્ષા અને સલામતી જાળવવા માટે સર્વોચ્ચ બલિદાનો આપ્યાં છે. હું નત મસ્તકે તેમની શહીદીનું સન્માન કરું છુ.