Vadodara: સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમાના મુખ, જટા અને ચંદ્ર સુવર્ણમય બન્યાં, આગામી શિવરાત્રી સુધીમાં આખી પ્રતિમાં સોને મોઢાશે

વડોદરામાં શિવજી કી સવારી નિકળળી છે. શિવજીની સવારી દરમિયાન મહાઆરતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેવાના છે. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શહેરમાં ભક્તિભાવપૂર્વક શિવરાત્રીએ શિવજી કી સવારી નિકળળી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

Vadodara: સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમાના મુખ, જટા અને ચંદ્ર સુવર્ણમય બન્યાં, આગામી શિવરાત્રી સુધીમાં આખી પ્રતિમાં સોને મોઢાશે
વડોદરાના સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના મુખ, જટા અને ચંદ્ર સુવર્ણમય બન્યાં, આગામી શિવરાત્રી સુધીમાં આખી પ્રતિમાં સોને મોઢાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:27 PM

વડોદરા (Vadodara) માં સુરસાગર (Surasagar) તળાવની વચ્ચે 111 ફૂટ ઉંચી સર્વેશ્વર મહાદેવી (Sarveshwar Mahadev) ની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાને સોનેથી મઢવામાં આવી રહી છે. આ માટેની કામગીરી આગામી શિવરાત્રી (Shivaratri) એ પૂર્ણ થઈ જશે અને આખી સોનાની પ્રતિમાનું લોકાર્પણ કરી દેવાશે તેવું આ પ્રોજેટ્કના અધિકારી દાવો કરી રહ્યા છે. 111 ફૂટની વિશાળ પ્રતિમાને 8 કરોડથી વધુના સોનાથી મઢવામાં આવશે. આ માટે લગભગ 16 કિલો જેટલા સોનાનો ઉપયોગ કરવામાં આવશે.

સોનુ ચઢાવતા પૂર્વ તાંબાનું આવરણ ચઢાવવાની કામગીરી કરવામાં આવી હતી. તંબાનું આવરણ ચડાવાઈ ગયા બાદ સનાનું આવરણ ચડાવાી રહ્યું છે. જેમાં સોનાના બિસ્કિટને વરખમાં રૂપાંતરિત કરી પ્રતિમાને ચઢાવાઈ રહ્યું છે. સમગ્ર પ્રતિમા તૈયાર કરવામાં 2 લાખ વરખ લગાવવામાં આવશે. ઓરિસ્સાના 8 કારીગરો સોનું ચઢાવવાની કામગીરીમાં લાગેલા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનુ ચઢાવવાની પ્રકીર્યાનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં સર્વેશ્વર મહાદેવના મુખારવિંદ, જટા, અને ચંદ્ર પર સોનુ ચઢાવવાની પ્રકીર્યા પૂર્ણ થઈ છે.

વડોદરામાં ભવ્ય ‘શિવજી કી સવારી’ નિકળળી છે. શિવજીની સવારી દરમિયાન સુરસાગર ખાતે યોજાનાર મહાઆરતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેવાના છે. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શહેરમાં ભક્તિભાવપૂર્વક શિવરાત્રીએ શિવજી કી સવારી નિકળળી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાની આસપાસ શરૂઆતમાં પાલક બાંધવાનું કામ ચાર માસ ચાલ્યું હતું. તારીખ ૯મી ડિસેમ્બર 2019થી સુવર્ણ-આવરણ ચઢાવવાનું આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભીક તબક્કામાં ઝિંકના સળિયા (500 કિલો) ઓગાળી ને ઝિંકનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોપર(તાંબુ) નાં સળિયા (850 કિલો) ઓગાળીને બે વખત ચઢાવવામાં આવ્યું ત્યાર બાદ પ્રતિમા ઉપર કોપર (તાંબા) નું પતરૂ (18500 કિલો) મઢવામાં આવ્યું હતું. પતરા ચઢવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી (2022)ના આરંભથી સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાને સુવર્ણ ચઢાવવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી.

ઐતિહાસિક સુરસાગર તળાવના મધ્યમાં ભગવાન સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમાં દૈદિપ્યમાન છે. 1995માં તેનું નિર્માણ શરૃ કરાયુ હતું અને 2002માં તેનું લોકાર્પણ થયુ હતું. હાલમાં આ પ્રતિમાને સોનાથી મઢવામાં આવી રહી છે. આ કામ આગામી શિવરાત્રી પહેલાં પૂર્ણ કરી દેવાશે. આમ પ્રવાસીઓને સર્વેશ્વર મહાદેવ સોનેથી મઢેલા જોવા મળશે.

આ પણ વાંચોઃ Ahmedabad: યાત્રાધામ પીરાણાના વિકાસ કામોનું લોકાર્પણ, ફોરલેન રોડ શરૂ કરાયો

આ પણ વાંચોઃ Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">