Vadodara : સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની ઉત્તમ કામગીરી, કોવિડ ગ્રસ્ત સગર્ભા માતા અને નવજાતને જીવન બક્ષ્યું

બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ યુવા તબીબો ડોકટર ભાર્ગવ અને ડો.લોકેશે આ બાળકને રડાવવા માટે પોતાના તબીબી જ્ઞાન અને કુશળતા થી વિવિધ પ્રયાસો કર્યા,બાળકને શ્વાસ આપ્યા, ફ્રી ફ્લોથી ઓક્સિજન આપ્યો,હળવી એન્ટીબાયોટિક્સ આપી અને તેને ઇન્ક્યુબેટર માં રાખ્યો

Vadodara : સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની ઉત્તમ કામગીરી, કોવિડ ગ્રસ્ત સગર્ભા માતા અને નવજાતને જીવન બક્ષ્યું
Vadodara Sayaji Hospital (File Image)
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:53 PM

વડોદરાની (Vadodara)  સયાજી હોસ્પિટલના(Sayaji Hospital)  પ્રસૂતિ વિભાગ અને બાળ સારવાર વિભાગના ઘનિષ્ઠ પ્રયાસોથી એક સામાન્ય પરિવારની કોવિડ ગ્રસ્ત સગર્ભાની (Pregnant) સલામત પ્રસૂતિ અને જન્મતાની સાથે જ જીવન મરણની કટોકટીમાં મુકાયેલા નવજાત શિશુની જીવન રક્ષામાં સફળતા મળતાં સૌએ આનંદની લાગણી અનુભવી છે. તેમજ 14 દિવસની સઘન સારવાર પછી સ્વસ્થ થયેલા બાળકને લઈ માતા પિતાએ વિદાય લીધી ત્યારે સૌ એ પોતાના પ્રયત્નોને મળેલી સફળતા માટે પરમાત્માનો આભાર માન્યો હતો. વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામના પ્રીતિ કમલ જાટવને પ્રસુતિની પીડા ઉપડતાં નજીકના સાર્વજનિક ખાનગી દવાખાનામાં દાખલ કર્યા. જો કે આ સગર્ભાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાંથી તેમને સયાજી હોસ્પિટલને રીફર કરવામાં આવ્યા.ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબેને જણાવ્યું કે પ્રીતિબેનને અમારા પ્રસૂતિ વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી અને પ્રસૂતિનો સમય થઈ ગયો હતો.

સ્ટાફે તેમના અનુભવનો વિનિયોગ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી

આટલી મુસીબતો ઓછી હોય તેમ પ્રસૂતિ વિભાગના તબીબોએ તેમની તપાસ કરી ત્યારે જણાયું કે બાળકની પોઝિશન ઊંધી હતી એટલે કે માથું પહેલા અને પગ પાછળના બદલે પગ આગળ અને માથું પાછળની ( Breech presentation)ની જોખમી સ્થિતિમાં બાળક હતું. આવા સંજોગોમાં મોટેભાગે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવી સલામત ગણાય છે.જો કે પ્રસૂતિ વિભાગના નોડલ ઓફિસર ડો.મૈત્રીના માર્ગદર્શન હેઠળ ડો.ટ્વિંકલ અને સહયોગી સ્ટાફે તેમના અનુભવનો વિનિયોગ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી એટલે પહેલા બે પડકારો તો પરાસ્ત થયાં. નવજાત શિશુ જન્મતાની સાથે પહેલું રુદન કરે ત્યારે તેના શ્વાસનું કુદરતી ચક્ર ચાલુ થાય છે પણ આ નવજાત રડ્યું જ નહિ એટલે નવી કસોટી ઊભી થઈ.

બાળકને હળવી એન્ટીબાયોટિક્સ આપી અને તેને ઇન્ક્યુબેટર માં રાખ્યો

બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ યુવા તબીબો ડોકટર ભાર્ગવ અને ડો.લોકેશે આ બાળકને રડાવવા માટે પોતાના તબીબી જ્ઞાન અને કુશળતા થી વિવિધ પ્રયાસો કર્યા,બાળકને શ્વાસ આપ્યા, ફ્રી ફ્લોથી ઓક્સિજન આપ્યો,હળવી એન્ટીબાયોટિક્સ આપી અને તેને ઇન્ક્યુબેટર માં રાખ્યો.આખરે છેલ્લા ઉપાય તરીકે ચેસ્ટ એકસરે ના આધારે તેના ફેફસામાં આઇ.સી.ડી.નાંખીને પ્રોસિજર કર્યો જેને સફળતા મળતાં આખરે બાળક રડ્યું અને સૌને હાશકારો થયો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કુદરતની કેવી લીલા છે કે જન્મ સમયે બાળક રડે ત્યારે જીવનની ચેતના પ્રગટે છે અને ના રડે તો તેનું જીવન જોખમમાં હોવાનો સંકેત મળે છે.બાળક સહેલાઇથી માતાનું ધાવણ લેતું થયું અને તેનામાં ચપળતા પ્રગટી એટલે ગઈકાલે 14 દિવસની ઘનિષ્ઠ સારવાર પછી સ્વસ્થ બાળકને લઈને માતાપિતા એ સૌ નો,સરકારી આરોગ્ય સેવાનો આભાર માનીને ખુશખુશાલ થઈને વિદાય લીધી. આમ સયાજીના પ્રસૂતિ અને બાળ રોગ વિભાગે ફરી એકવાર સૌની કાળજી લેતી કુશળ અને સતર્ક આરોગ્ય સેવાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો

આ પણ વાંચો : Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર

આ પણ વાંચો :  Porbandar : માછીમારો ઓનલાઇન રજીસ્ટ્રેશનના નિયમથી મુશ્કેલીમાં મુકાયા, હાલ પૂરતી વ્યવસ્થા સ્થગિત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">