Vadodara Crocodile: વડોદરાનાં શિનોરની નર્મદા નદીમાં મગરોનાં આતંકથી ગ્રામજનો ફફડ્યા, VIDEO જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે

yunus.gazi
| Edited By: | Updated on: Jun 25, 2021 | 10:15 PM

Vadodara Crocodile: મગરોનો વ્યાપ હવે વડોદરા (Vadodara) સહિત તેનાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદા(Narmada River) નદીમાં પણ વધવા લાગ્યો છે

Vadodara Crocodile: વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી (Vishwamitri River) નદી કે પછી તેની આસપાસની ખાડી વિસ્તારમાં મગરો(Crocodile)ની વધેલી જનસંખ્યા કોઈનાથી છુપી નથી. જો કે આ મગરોનો વ્યાપ હવે વડોદરા (Vadodara) સહિત તેનાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદા(Narmada River) નદીમાં પણ વધવા લાગ્યો છે. શિનોર ખાતે સ્થાનિકોએ ઉતારેલા એક વિડિયોને જોઈને ભલભલાનાં રૂંવાડા તો ઉભા થઈ જ જાય છે પણ ખુદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

https://www.instagram.com/tv/CQjLIqDBRAK/?utm_source=ig_web_copy_link

 

વાત વડોદરાનાં શિનોરની છે કે જ્યાં સ્થાનિક માછીમારોએ બે મગરોને જોયા. તેમણે મગરોની હિલચાલ પર નજર રાખી હતી અને વધારે નજીક જઈને જોવાનો પ્રયાસ કર્યો કે બે મગર આખરે કરી શું રહ્યા છે? જ્યારે તે સુરક્ષિત અંતર રાખીને નજીક ગયા તો માછીમારો અને દુરથી મગરનો વિડિયો ઉતારી રહેલા ગ્રામજનો રીતસરનાં ફફડી ઉઠ્યા હતા.

આ બે મગર એક માનવ લાશને પાણીમાં લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. બંને મગર તેના ટુકડા કરવા માટે લડી રહ્યા હતા. નર્મદા નદીમાં માનવીની લાશ અને તેને ખાવા માટે લડી રહેલા મગરોનું આ બિહામણું દ્રશ્ય જાણે કોઈ એમેઝોનનાં જંગલમાંથી પસાર થતી નદી જેવું લાગતું હતું.

વડોદરાની વિશ્વામિત્રી નદીનાં વાયરલ થતા વિડિયોમાં મોટી સંખ્યામાં મગરોને બતાવવામાં આવે છે પણ નાના ગામડામાંથી પસાર થતી નર્મદા નદીમાં મગરોની આ ઉપસ્થિતિ સ્વાભાવિક પણ માછીમારો માટે લાલબત્તી સમાન ગણી શકાય છે.

માછીમારોએ જે પ્રકારે જોયું અને વિડિયો સામે આવ્યો છે તે મુજબ મગરો માનવીની લાશને પાણીમાં લઈ જવા માંગતા હતા અને લાશને ક્ષત વિક્ષત કરી નાખી હતી. આ વિડિયો ગ્રામજનોએ ઉતાર્યાનાં ગણતરીનાં કલાકમાં તે વાયરલ થઈ ગયો હતો. માછીમારોએ હિંમત રાખીને માનવ લાશ હોવાને લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

કલાકોની જહેમત બાદ તેમને આ લાશ માલસર પાસેથી મળી આવી હતી કે જે શિનોરથી થોડાક કિલોમીટર દુર છે. આ લાશ કોની છે તેની ઓળખ નથી થઈ શકી કેમકે મગરો દ્વારા શરીર પર અસંખ્ય દાંતનાં નિશાન પાડી દેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસનાં અધિકારીઓ દ્વારા પણ લાશની ઓળખ માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે.

વડોદરામાં મગરોની વધી રહેલી સંખ્યા બાદ ત્યાં ક્રોકોડાઈલ પાર્ક માટે પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ જે રીતે દિવસે દિવસે મગરો વધી રહ્યા છે તેને જોતા લાગે છે કે નદીનાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટો વધુ સાવચેતી અને સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">