Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: સીદસર ઉમિયાધામમાં 'માનું તેડુ' દશાબ્દી મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

Jamnagar: સીદસર ઉમિયાધામમાં ‘માનું તેડુ’ દશાબ્દી મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:03 PM

ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા રવિવારે સવારે 9.30 કલાકે યોજાનારા ‘માનું તેડુ” કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરી મહિલાઓમાં વિતરણ કરાશે.

જામનગર (Jamnagar)  જિલ્લામાં જામજોધપુર નજીક આવેલા સિદસર ખાતે કડવા પાટીદારો (Patidar) ના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં વર્ષ 2012માં યોજાયેલા રજત જયંતી મહોત્સવની ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતા આગામી આજે રંગારંગ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ હાજરી આપી છે. અહીં હિમોગ્લોબિનની ગોળીઓથી તેમની તુલા કરાઈ હતી. ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે ઉમિયા માતાજી મંદિર સિદસર (Sidsar)  દ્વારા રવિવારે સવારે 9.30 કલાકે યોજાનારા ‘માનું તેડુ” કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી પધારશે અને ત્યાં તેમની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરી મહિલાઓમાં વિતરણ કરાશે.

આલેચ પર્વતમાળાની ગોદમાં વસેલા સિદસર ગામમાં વેણુ નદીના કાંઠે ભૂમિપૂજન, લોકાર્પણ, સ્મૃતિસમારોહના આ ત્રિવેણી સંગમ સમા દશાબ્દી મહોત્સવમાં સિદસર મંદિરે મા ઉમિયાનું પૂજન, અર્ચન, ધ્વજારોહણ કરવામાં આવશે. ઉમા કળશ યોજના પ્રારંભિક ધોરણે રાજકોટ શહેરમાં શરૂ થશે.

આ કળશ યોજના થકી પ્રત્યેક પાટીદાર પરિવાર દરરોજનો 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપિયા નિધિ જમા કરાવશે. રાજકોટ શહેરના 25 હજાર પાટીદાર પરિવારો આ યોજનામાં પ્રથમ તબકકે જોડાશે ત્યારબાદ સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવાર સુધી આ યોજનાને લઈ જવાની નેમ છે. આ કળશ યોજના થકી એકત્ર થયેલી નિઘિ અલગ-અલગ ક્ષેત્રે વપરાશે.

મુખ્યમત્રીની સાથે આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, મોહનભાઈ કુંડારિયા, વેલજીભાઈ શેટા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

આ પણ વાંચોઃ Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

Published on: Apr 03, 2022 11:20 AM
g clip-path="url(#clip0_868_265)">