Vadodara: સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સર્કિટ હાઉસમાં બંધ બારણે અચાનક યોજી અલગ અલગ બેઠકો

સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે યોજાયેલી જુદી જુદી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ વડોદરા શહેર અને વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો,સાંસદ રંજન બેન ભટ્ટ, ધારાસભ્યો,વડોદરાના મેયર વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

Vadodara: સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સર્કિટ હાઉસમાં બંધ બારણે અચાનક યોજી અલગ અલગ બેઠકો
Cm Bhupendra Patel And CR Paatil
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Apr 04, 2023 | 11:42 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આવ્યા હતા સાવલીના સમૂહ લગ્ન સમારોહમાં પરંતુ વડોદરા સર્કિટ હાઉસ ખાતે અચાનક જ જુદી જુદી બેઠકો યોજી હતી. જેમાં સામાન્ય રીતે મહાવીર જયંતિનો દિવસ જાહેર રજાનો દિવસ હોય. આમ તો સરકારી અધિકારીઓ અને સમગ્ર સરકારીતંત્ર રજાના મૂડમાં હોય,પરંતુ આજે વડોદરા જિલ્લા વહીવટી તંત્રના તમામ સિનિયર અધિકારીઓની રજા બગડી,સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ટ્રસ્ટ દ્વારા સાવલી ખાતે આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા અચાનક જ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે મુદ્દે કોઈપણ અધિકારી કે પદધિકારીઓએ બોલવાનું ટાળ્યું હતું.

સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે યોજાયેલી જુદી જુદી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ વડોદરા શહેર અને વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો,સાંસદ રંજન બેન ભટ્ટ, ધારાસભ્યો,વડોદરાના મેયર વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર શામશેરસિંહ જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાં, જિલ્લા કલેકટર અતુલ ગોર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા બેઠકનું એજન્ડા શું હતો અને બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે મુદ્દે કોઈપણ અધિકારી કે પદધિકારીઓએ બોલવાનું ટાળ્યું હતું.

વડોદરાના પ્રાણપ્રશ્ન અને વિકાસ પ્રશ્નો છે તે મુદ્દે શહર સંકલનની બેઠકમાં ચર્ચા

પરંતુ સૂત્રો ના જણાવ્યા મુજબ વડોદરાના પ્રાણપ્રશ્ન અને વિકાસ પ્રશ્નો છે તે મુદ્દે શહર સંકલનની બેઠકમાં ચર્ચા થવા ઉપરાંત તાજેતરમાં વડોદરા શહેરમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારો અને ત્યારબાદ કરવામાં આવેલી કાર્યવાહી અંગે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વિગતો મેળવવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી,

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડોદરા શહેર ભાજપ સંગઠન અને ધારાસભ્યો સાંસદ સાથે બેઠક

સાવલી ખાતે ના સમૂહ લગ્ન સમારોહ માં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને અન્ય. મહાનુભાવો માટે આમ તો અચાનક સર્કિટ હાઉસ ખાતે બપોર ના ભોજન નો કાર્યક્રમ ગોઠવાયો હતો પરંતુ સાથે બેઠકો નો દોર પણ જામ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે શહેર સંગઠન ના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે સંગઠન ના કેટલાક મુદ્દાઓ ને લઈને બેઠક નિર્ધારિત થઈ હતી પરંતુ પાટીલ ના આગ્રહ થી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારો

આગામી લોકસભા ની ચૂંટણી પૂર્વ સંગઠન ને વધુ ચેતનવંતુ બનાવવા અને સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારવા માટે ઉપસ્થિત પદાધિકારીઓ અને ધારાસભ્યોને અનુરોધ કરાયો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખે વાઘોડિયા અને પાદરાના કાર્યકરો ની બેઠકો કરાવી

જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા એ જણાવ્યું હતું કે હું બેઠકમાં હાજર નહોતો શુ ચર્ચા થઈ એ મને ખબર નથી ,જોકે તેઓએ બે અલગ અલગ મત વિસ્તાર ની બે મહત્વ ની બેઠકો પ્રદેશ પ્રમુખ સી આર. પાટીલ સાથે કરાવી હતી જેમાં વાઘોડિયા અને પાદરા ના કાર્યકરો ની બેઠક નો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયત ની આરોગ્ય સમિતિ ના ચેરમેને કિરીટસિંહની થપ્પડ અંગે રજુઆત કરી

જિલ્લા પંચાયત ની વાઘોડિયા બેઠકના સભ્ય અને આરોગ્ય સમિતિ ના ચેરમેન નિલેશ પુરાણીએ તેઓને વાઘોડિયા બેઠકના ધારાસભ્યના અપક્ષ ઉમેદવારના સમર્થક કિરીટસિંહ જાડેજા દ્વારા મારવામાં આવેલ તમાચો અને ઉદ્ધત વર્તન અંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજુઆત કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">