Gujarati Video : દહેજના દૂષણને ડામવા રબારી સમાજની પહેલ, લગ્નમાં પરિવારજનોએ રૂપિયા નહીં લેવાના શપથ લીધા
સુરેન્દ્રનગરના (Surendranagar) ધ્રાંગધ્રાના હામપર ગામે તૃતીય પાટોત્સવ યોજાશે. જેમાં આલ પરિવારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પાટોત્સવમાં 80 દીકરીના લગ્ન યોજાશે અને આ લગ્નમાં પરિવારજનોએ રૂપિયા નહીં લેવાના શપથ લીધા છે.
લગ્ન પ્રસંગોમાં દેખા દેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જતા હોય છે. ત્યારે દહેજના દૂષણને ડામવા માટે રબારી સમાજના એક પરિવારે પ્રશંસનિય નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હામપર ગામે તૃતીય પાટોત્સવ યોજાશે. જેમાં આલ પરિવારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પાટોત્સવમાં 80 દીકરીના લગ્ન યોજાશે અને આ લગ્નમાં પરિવારજનોએ રૂપિયા નહીં લેવાના શપથ લીધા છે. દહેજરૂપે થતી પૈસાની લેવડ- દેવડ નહીં કરવા અંગે તેમણે શપથ લીધા છે. રબારી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે આ સુંદર પ્રયાસ હાથ ધરાયો છે.
આ પણ વાંચો-ડાંગ ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થતાં રાજકારણ ગરમાયું, સંગઠન પ્રમુખ સહિત 5ના રાજીનામા
મહત્વનું છે કે ગઇકાલે બનાસકાંઠાના ધાનેરામાંથી પણ આવો જ એક નિર્ણય સામે આવ્યો હતો. 54 ગામ આંજણા ચૌધરી સમાજે નવી પહેલ કરી છે. સમાજના યુવાઓને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન કર્યું છે. જે યુવકો દાઢી રાખશે તેમની પાસેથી રૂપિયા 51 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઇ હતી.
આંજણા ચૌધરી સમાજના સામાજિક સુધારણાના નિર્ણયોની વાત કરીએ તો, મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ નહીં આપનારને રૂપિયા 1 લાખનો દંડ કરાશે. મરણ પ્રસંગમાં બારમાના દિવસે કોઈએ નહીં જવું. મહિલાઓએ રૂપિયા ન આપવા અને લેવા પણ નહીં. મરણ પામેલા સગાના ત્યાં વધુ લોકોને ભેગા નહીં થવું. મરણ પ્રસંગમાં દીવો બાળવા માટે સગાઓને નહીં બોલાવવા સમાજની પહેલ છે અને પાછળથી રાખવામાં આવતો હાકો બંધ કરવાની સમાજની માગ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…