વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું

વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:44 PM

વડોદરામાં BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર 1000થી વધુ લોકો સામુહિક ચોપડા પૂજનમાં જોડાયા હતા. જેમાં મંદિરના વરિષ્ઠ સ્વામીઓની હાજરીમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું

વડોદરા(Vadodara) BAPS સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષ સભાગૃહ ખાતે સામુહિક ચોપડા પૂજનનું(Chopda Pujan) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 1000થી વધુ લોકો સામુહિક ચોપડા પૂજનમાં જોડાયા હતા. BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સ્વામીઓની હાજરીમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું

દર વર્ષે દિવાળીના દિવસે શાસ્ત્રોક્ત વૈદિક રીતે સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવે છે. તેમજ હાલના યુગના ચોપડા પૂજનની સાથે લેપટોપનું પણ પૂજન કરવામાં આવે છે. તેમજ માન્યતા મુજબ ભગવાનના મંદિરમાં ચોપડા પૂજન કરવાથી વેપાર સારો ચાલે છે . ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાના કારણે ઓનલાઇન ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદના ગુરૂકુળ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પૂજન કરાયું હતું, જેમાં સંતોની હાજરીમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વેપાર-ધંધાની વૃદ્ધિ અર્થે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું.તો સુરતના ઉદ્યોગકારોએ આજના દિવસે ચોપડા પુજન અને લક્ષ્મી પૂજન કરી રહ્યા છે..

આજે દિવાળીનો પાવન પર્વ છે, ત્યારે અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ચોપડા પૂજન કરાયું. શાસ્ત્રોક્ત વિધિ સાથે સમૂહ ચોપડા પૂજન તથા લક્ષ્મીપૂજન કરાયું. મહત્વની વાત છે કે વેપારી બંધુઓ વેપાર વૃદ્ધિ માટે તેમજ હિસાબ માત્ર આજના દિવસે ચોપડા પૂજન કરે છે..

આજના દિવસે લક્ષ્મીની સાથે સરસ્વતી દેવીની પૂજાનું પણ મહત્વ છે.. આવનારું નવું વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે ચોપડા પૂજન કરાય છે.. ધંધા રોજગારની વૃદ્ધિ માટે ચોપડા પુજન માટે આજનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજે સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું, ટેકનોલોજીના કાળમાં ઘણા ધંધાર્થીઓએ લેપટોપ અને કમ્પ્યુટરની પણ પૂજા કરી.. પુજા માટે ધરો, ગોઠીમડું, કપૂરનું પાન, ચોળી, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળી પર્વે બોટાદના વિહળધામ ખાતે પૂજા-અર્ચના કરી

આ પણ વાંચો : જામનગરના જાણીતા સાહિત્યકાર સ્વ.હરકિસન જોશીને તેમની કવિતા સાથે રંગોળી દ્વારા સ્મરણાંજલિ અપાઈ

 

g clip-path="url(#clip0_868_265)">