AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: અરવિંદ કેજરીવાલનું ‘આદિવાસી કાર્ડ’ અપાયા અનેક વચનો, કહ્યુ ચૂંટણીમાં ખરી લડાઈ ભાજપ-આપ વચ્ચે- કોંગ્રેસ તો ચિત્રમાં પણ નથી

Vadodara: પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા તેમણે વાયદાઓને પટારો ખોલીને રાખી દીધો હતો. આ તકે તેમણે આદિવાસીઓને પોતાના તરફ કરવા પેસા કાનુનનો (PESA Act) અમલ કરવાનુ વચન આપ્યુ અને બંધારણના 5 શેડ્યુલને પણ લાગુ કરવાની ખાતરી આપી.

વડોદરા: અરવિંદ કેજરીવાલનું 'આદિવાસી કાર્ડ' અપાયા અનેક વચનો, કહ્યુ ચૂંટણીમાં ખરી લડાઈ ભાજપ-આપ વચ્ચે- કોંગ્રેસ તો ચિત્રમાં પણ નથી
અરવિંદ કેજરીવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 1:20 PM
Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. શનિવારે તેમણે જામનગરમાં વેપારી એસોસિએશન સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ આજે રવિવારે તેઓ વડોદરા(Vadodara) પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે મારી વેપારીઓ સાથેની મુલાકાતમાં જાણવા મળ્યુ કે વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. મારી મિટિંગમાં આવતા તેમને રોકવામાં આવે છે. આ તકે કેજરીવાલે કહ્યુ કે હું કોઈ આતંકવાદી તો નથી, હું તો સજ્જન વ્યક્તિ છુ. મારી મિટિંગમાં આવવાથી કોઈને શું આપત્તિ હોય? તેમણે ભાજપ(BJP) સરકાર પર ચાબખા મારતા પ્રહાર કર્યો કે વેપારીઓને દરેક રીતે ડરાવવામાં આવે છે. આ ડર દૂર કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે વેપારીઓએ આપણા દેશના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે. ગુજરાતના અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સમગ્ર વિશ્વમાં નામના મેળવા ચુક્યા છે. તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. તેમને આ રીતે ડરાવવા, ધમકાવવા, અપમાનિત કરવા, ઉદ્ધતાઈથી વાત કરવી એ યોગ્ય નથી.

‘ગુજરાતમાં રેડ રાજ બંધ કરીશુ’ -કેજરીવાલ

આ તકે કેજરીવાલે જણાવ્યુ કે અમે વેપારીઓનો ડરનો માહોલ દૂર કરશુ, તેમને સન્માન આપશુ અને રેડ રાજ બંધ કરી દઈશું તેમણે કહ્યુ કે દિલ્હીમાં રેડ બંધ થઈ ગઈ છે. GST માટે પણ કોઈ રેડ કરાતી નથી. વેપારીઓ પર વિશ્વાસ મુકી તેમને કામ કરવાની તક આપશુ અને. ભ્રષ્ટાચારને દૂર કરશુ. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં અમે VATમાં એમ્નેસ્ટી સ્કીમ લઈને આવશું, એમના જે જૂના કેસ ચાલી રહ્યા છે એ કેસનો નિવેડો લાવવા માટે તેમને સમય આપવામાં આવશે. વેટના જેટલા પેન્ડિંગ રિફન્ડ છે તે 6 મહિનામાં જાહેર કરશુ અને ગુજરાતના વિકાસમાં વેપારીઓને પાર્ટનર બનાવશુ.

કેજરીવાલ રમ્યા આદિવાસી કાર્ડ

વધુમાં કેજરીવાલે ઉમેર્યુ કે આદિવાસી સમાજ માટે અમે ગેરન્ટી આપવા જઈ રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિવાસી સમાજ પછાત રહી ગયો છે. તેમનુ માત્ર શોષણ જ કરવામાં આવ્યુ છે. દરેકે આદિવાસીઓનુ શોષણ કર્યુ છે. તેમણે કહ્યુ કે આદિવાસી સમાજ માટે બંધારણમાં અલગ વ્યવસ્થા છે. પરંતુ અત્યાર સુધીની કોઈ સરકારોએ એ અલગ વ્યવસ્થાને લાગુ કરી નથી. કારણ કે તમામ સરકારોની નજર આદિવાસીઓની જમીન, જંગલ અને જળ પર જ રહે છે. દરેક સરકારોએ આદિવાસીઓને લૂંટવાનું કામ કર્યુ છે. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં અમારી સરકાર બનશે તો પહેલી ગેરંટી આદિવાસી સમાજને આપવામાં આવશે, જેમા બંધારણના 5માં શેડ્યુલમાં આદિવાસીઓ માટે જે અલગ વ્યવસ્થા કરાઈ છે તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. પેસા કાનુન જે આદિવાસીઓ માટે બનાવવામાં આવ્યો છે તેને લાગુ કરવામાં આવશે. પેસા કાનુનમાં (PESA Act) ગ્રામસભાની જોગવાઈ છે, જેમા ગ્રામસભાની મંજૂરી વિના આદિવાસીઓ સામે કોઈ એક્શન કોઈ સરકારને લેવાનો અધિકાર નથી આ કાયદાને કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">