Junagadhમાં નવા મેયરની વરણીને લઈ ભાજપમાં નારાજગી, પાંચ નગરસેવકોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી

Junagadhમાં નવા મેયરની વરણીને લઈ ભાજપમાં નારાજગી, પાંચ નગરસેવકોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 12:23 PM

જૂનાગઢ મનપાના શાસકોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી માટે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશમાંથી આવેલા નામ મુજબ મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચાની વરણી થઇ છે.

જૂનાગઢ (Junagadh) મહાનગરપાલિકાના નવા મેયર (Mayor)ની વરણીને લઈ ભાજપ (BJP)માં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમાર (Geeta Parmar)ને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે.

ગીતા પરમારને મેયર બનાવાતા નારાજ નગરસેવકોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં જાણ કરી છે. જો ચાર દિવસમાં યોગ્ય નિર્ણય નહીં થાય તો તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના આ હોદ્દેદારોએ જૂનાગઢમાં 5 કોર્પોરેટર દલિત સમાજના અને 1 કોર્પોરેટર વાલ્મીકિ સમાજના છે. જૂનાગઢમાં 25 હજાર દલિત મતદાર હોવાથી મેયર પદ વાલ્મીકિ સમાજને બદલે દલિતને મળે તેવી માગણી થઈ રહી છે.

નોંધનીય છે કે જૂનાગઢ મનપાના શાસકોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી માટે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશમાંથી આવેલા નામ મુજબ મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હરેશભાઇ પરસાણા, શાશક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીની વરણી કરવામાં આવી હતી.

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી બાદ મેયર તરીકે ધીરૂભાઇ ગોહિલ, ડેપ્યુટી મેયર તરીકે હીમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે રાકેશભાઈ ધુલેશિયાની વરણી થઇ હતી. તેની અઢી વર્ષની મુદત આજે પૂર્ણ થઈ હતી. થોડા દિવસ પહેલા નવા હોદ્દેદારોની વરણી માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી અને ગઇકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં જૂનાગઢ મનપાના નવા હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.

આગામી અઢી વર્ષ માટે મેયર એસસી અનામત છે. જેથી મનપાની સાધારણ સભામાં બંધ કવરમાં આવેલા નામ ખોલવામાં આવ્યા હતા અને તે મુજબ મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હરેશભાઇ પરસાણા, શાસકપક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીનું નામ હતું. આથી મનપાની સાધારણ સભામાં પ્રદેશમાંથી આવેલા નામ મુજબ આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-

Winter 2022: રાજ્યમાં ફરી એક વાર અનુભવાશે ઠંડીનો ચમકારો, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો-

Surat: ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી

 

g clip-path="url(#clip0_868_265)">