AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: કંપનીના નામનો માત્ર એક અક્ષર ફેરવી કરોડો રૂપિયા કમાવાનો કારસો કરનાર શાંતિર યુવતી ઝડપાઈ

અરોપીએ બેન્ક એકાઉન્ટ દ્વારા લેવડ દેવડ તથા અન્ય ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી તથા કોમર્શિયલ અને ટ્રેડિંગ વેબસાઈટના લોગો મેળવી જયદેવીનું પગેરું મેળવવામાં અને તેને ઝડપવામાં સફળતા મળી છે.

Vadodara: કંપનીના નામનો માત્ર એક અક્ષર ફેરવી કરોડો રૂપિયા કમાવાનો કારસો કરનાર શાંતિર યુવતી ઝડપાઈ
accuse woman
yunus.gazi
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:35 PM
Share

લોકો શર્ટ કટથી રૂપિયા કમાવવા માટે નિત નવા નુસખા અજમાવતા હોય છે તેમાં પણ ટેકનોલોજીના યુગમાં ટચ અને માઉસના માધ્યમથી આવા લોકોનું કામ વધુ સરળ બન્યું છે. પરંતુ જો સતર્ક રહો તો ગમે તેટલા શાતિર ભેજાબાજના મનસૂબા પર પાણી ફરી વળતું હોય છે, ગાંધીનગર (Gandhinagar) ની કંપનીએ ડભોડા પોલીસ (Police) મથકે નોંધાયેલી ફરિયાદ બાદ ગાંધીનગર પોલીસને આ યુવતીને ટ્રેસ કરતા કરતા ગાંધીનગરથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને સુરત સુધી દોડવું પડ્યું. આખરે આ શાતિર યુવતી વડોદરા (Vadodara) ના સમા વિસ્તારમાંથી ઝડપાઈ છે.

મહારાષ્ટ્રના લાતુરમાં આવેલ નિલંગાની મૂળ રહેવાસી પરંતુ હાલ વડોદરાના તાંદલજામાં રહેતી જયદેવી લંગુટે નામની યુવતી શેરબજારના વ્યવસાયની જાણકાર છે તેણે કારસો રચ્યો કે અન્ય કોઈ જાણીતી કંપનીનો સેબી એકાઉન્ટ નમ્બર મેળવી એ જ કંપનીના નામની ભળતી વેબસાઈટ અને બેન્ક એકાઉન્ટ બનાવી રૂપિયા ખંખેરી લેવા. જયદેવીએ નિશાન બનાવી ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં આવેલ KIFS Broking LLP કંપનીને , આ કંપનીનો સેબી એકાઉન્ટ નંબર મેળવી જયદેવીએ બોગસ કંપની બનાવી તેનું નામ રાખ્યું KIFSBROKERAGE અને આજ કંપનીના નામની વેબસાઈટ WWW.KIFSBROKERAGE.COM બનાવી અને તેમાં KIFS Broking LLP કંપનીનો સેબીમાં રજીસ્ટર્ડ એકાઉન્ટ નમ્બર નાખ્યો, આ વેબસાઈટ પર ટોલ ફ્રી નમ્બર અને બેન્ક એકાઉન્ટ નમ્બર નાંખ્યા, અને લોકો સાથે લેવડ દેવડ ચાલુ કરી.

KIFSBROKERAGE નામની બોગસ કમ્પની બનાવી કોઈ ભેજબાજોએ શેરબાજરમાં લેવડદેવડ શરૂ કરી હોવાની માહિતી માળતાં જ KIFS Broking LLP કંપનીના સંચાલકો સતર્ક થઇ ગયા તાત્કાલિક સેબીમાં જાણ કરવામાં આવી બેંકોને જાણ કરી સંબંધિત વિભાગોને જાણ કરી અને ડભોડા પોલીસ મથકે 27 -11- 2021 ના રોજ ફરિયાદ નોંધાવી.જેની તપાસ ગાંધીનગર એલસીબી ને સોંપવામાં આવી.

ગાંધીનગર એલસીબીના PI જે. એચ. સિંધવ અને તેઓના સ્ટાફે WWW.KIFSBROKERAGE.COM ના ડોમેન હોસ્ટિંગ એકાઉન્ટની ડિટેલ મેળવવા સાથે કેટલાક ઇ-મેલ અને 7 થી વધુ મોબાઇલ નંબરો મેળવ્યા જેમાં કેટલાક નંબરોનું લોકેશન મહારાષ્ટ્રના પનવેલમાં મળ્યું, જયદેવીના નામ પર કેટલાક નંબરો રજીસ્ટર્ડ હતા એટલે આ કેસની એક આરોપી જયદેવી છે એ સ્પષ્ટ થઈ ગયું, જયદેવી પનવેલમાં ગુરુ કોમોડિટીઝ નામની ઓફિસ ઉભી કરી શેરબજારનો વ્યવસાય કરતી હતી, ગાંધીનગર એલસીબી અહીં પહોંચી તો જાણવા મળ્યું કે એક યુવતી અહીં મકાન ભાડે રાખી રહેતી હતી અને તે ખાલી કરી નીકળી ગઈ છે, વધુ તપાસ કરી તો તેનું લોકેશન મધ્યપ્રદેશના ઇન્દોરમાં નીકળ્યું. તે મધ્યપ્રદેશમાં પણ નહોતી ત્યાંથી તે સુરત ગઈ હતી. ગાંધીનગર પોલીસ સુરત પહોંચી તો તે ત્યાથી વડોદરામાં આવી પહોંચી હતી. જયદેવીના જુના નંબરો પૈકી કેટલાક નંબરો બંધ હતા તે પૈકીનો એક નમ્બર ફરી શરૂ થયો, જેના પર પોલીસે કોલ કર્યો તો તે તેના ભાઈનો હતો અને તેના થકી પોલીસ જયદેવી સુધી પહોંચી જયદેવીને ઝડપી પાડી.

ગાંધીનગર એલસીબી પી આઈ જે એચ સિંધવે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે જયદેવીએ વેબસાઈટ ખોલાવવા માટે જે નંબરો અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો તેને ટ્રેસ કરતા કરતા અમે અલગ અલગ સ્થળોએ તપાસ કરી જેમાં તેના બેન્ક એકાઉન્ટ દ્વારા લેવડ દેવડ તથા અન્ય ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી તથા કોમર્શિયલ અને ટ્રેડિંગ વેબસાઈટના લોગો મેળવી જયદેવીનું પગેરું મેળવવામાં અને તેને ઝડપવામાં સફળતા મળી છે. જયદેવી તથા તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓના મોબાઇલ નંબરોના CDR મેળવવામાં આવ્યા છે જેનું એનાલિસિસ ચાલુ છે, સાથે જ જયદેવીના બેન્ક એકાઉન્ટ અને તેની સાથે લેવડ દેવડ કરનાર વ્યક્તિઓના એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. જયદેવી સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં ગાંધીનગર LCB તપાસ કરી રહી છે પરંતુ આ કિસ્સો “સતર્કતાથી સફળતા”નો છે. ગમે તેટલી શાતિર વ્યક્તિ કે ભેજાબાજ કૌભાંડીના કરતુત સામે તમે જો સતર્ક રહો અને ઝડપી કાર્યવાહી કરો તો ભલભલા ભેજાબજો તેમના મનસૂબામાં નાકામિયાબ થઈ શકે છે અને સાયબર ક્રાઇમથી બચવા સતર્કતા એ સૌથી મોટું હથિયાર છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">