વડોદરાની જોડિયા બહેનોએ ફૂટપાથ પર ભણીને ધો.12માં 75 ટકા મેળવ્યા, હવે અન્ય ગરીબ બાળકોને મફતમાં ભણાવે છે

|

Jun 28, 2022 | 5:58 PM

જૈમીની અને જસ્મિતાએ ધોરણ 12 પાસ કર્યા પછી નિકુંજ ત્રિવેદીની ફૂટપાથ સ્કૂલ છોડી દેવાને બદલે આ ફૂટપાથ સ્ફુલ સાથે નાતો જારી રાખ્યો પરંતુ જુદી ભૂમિકામાં. ટ્વીન્સ બહેનો અત્યાર સુધી વિદ્યાર્થીની તરીકે આ ફૂટપાથ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી હવે તેઓ આ ફુટપાથ સ્કૂલમાં આવતા બાળકોને શિક્ષક બની ભણાવે છે.

વડોદરાની જોડિયા બહેનોએ ફૂટપાથ પર ભણીને ધો.12માં 75 ટકા મેળવ્યા, હવે અન્ય ગરીબ બાળકોને મફતમાં ભણાવે છે
Twin sisters

Follow us on

જસ્મિતા અને જૈમીની, વડોદરા (Vadodara) ના કારેલીબાગમાં આવેલ તુલસીવાડીમાં રહેતી બે જોડિયા બહેનો (Twin sisters) ત્રણ વર્ષની હતી ત્યારે જ પિતા ખીમાભાઇ માધડનું અકસ્માત માંકરુણ મોત થયું હતું, જસ્મિતા, જૈમીની અને નાના ભાઈ રોહન એમ ત્રણ સંતાનોના પાલન પોષણની જવાબદારી માતા રીટાબેનના શિરે આવી ગઈ, રોલર વહીકલ ડ્રાઈવર તરીકે નોકરી કરતા પતિ ખીમાભાઇ માધડનું યુવાન વયે જ મોત થતા રીટાબેન પર આભ તૂટી પડ્યું, પતિના મોતનો આઘાત અને ત્રણ બાળકો સહિત તેઓના ગુજરાનની જવાબદારીનું ટેંશન. રીટાબેને ઘર કામ શરૂ કર્યા અને ત્રણેય બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ (Education) અપાવવાનો નિર્ધાર કર્યો. તબક્કાવાર રીતે ત્રણેય બાળકોને સરકારી શાળામાં મોકલવા લાગ્યા. ત્રણેય બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ અને રુચિ જોઈ માતા રીટાબેન ખુશ થતાં હતાં કે આ બાળકોની સાથે તેઓની આવતીકાલ પણ ઉજ્જવળ છે.

જસ્મિતા અને જૈમીની ધોરણ 8માં આવી ત્યારે તેઓને સથવારો મળ્યો નિકુંજ ભાઈ ત્રિવેદીની ફૂટપાથ સ્કૂલનો, નિકુંજ ત્રિવેદી નામના એન્જીનીયર યુવકે આર્થિક તંગીનો સામનો કરતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી ફૂટપાથ સ્ફુલ શરૂ કરી હતી, આ ફૂટપાથ સ્ફુલમાં અભ્યાસ કરી જૈમીની અને જસ્મિતાએ તાજેતરમાં જ ધોરણ 12માં 75 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

જૈમીની અને જસ્મિતાએ ધોરણ 12 પાસ કર્યા પછી નિકુંજ ત્રિવેદીની ફૂટપાથ સ્કૂલ છોડી દેવાને બદલે આ ફૂટપાથ સ્ફુલ સાથે નાતો જારી રાખ્યો પરંતુ જુદી ભૂમિકામાં. ટ્વીન્સ બહેનો અત્યાર સુધી વિદ્યાર્થીની તરીકે આ ફૂટપાથ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી હવે તેઓ આ ફુટપાથ સ્કૂલમાં આવતા બાળકોને શિક્ષક બની ભણાવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફૂટપાથ સ્કૂલ ચલાવતા નિકુંજ ત્રિવેદીએ TV9ને જણાવ્યું કે આ બંને ગણિમાં બહુ નબળી હતી, ટ્યુશન માટેની ફી પણ નહોતી, આ બંનેને 9 થી 11 માં બંનેને ભણાવવા લાગ્યો તો તેઓને ધોરણ 10 માં 55 ટકા આવ્યા, ધોરણ 12 માં બંનેએ કોઈ પણ ટ્યુશન વિના 75 ટકા માર્ક્સ મેળવ્યા છે.

જૈમીનીએ TV9 સાથે વાત કરતા કહ્યું કે ધોરણ 10 માં પાસ થયા પછી થોડો વિશ્વાસ વધ્યો. આત્મવિશ્વાસ વધવા સાથે અમારા બાકીના ધોરણના પરિણામ પણ સુધરવા લાગ્યામ. અમે ઇચ્છીએ છીએ કે અમારી જેમ આ બાળકો પણ આગળ આવે,
જસ્મિતા એ જણાવ્યું કે આ બાળકો સારો અભ્યાસ કરી આગળ આવે અને પગભર બને એવું ઇચ્છીએ છે.

બંને બહેનોએ આગળના અભ્યાસ માટે એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને સ્નાતક થયા બાદ બંને બહેનો શિક્ષક બનવાની ખેવના ધરાવે છે, ધોરણ 8 થી 10 સુધી બંને અભ્યાસમાં નબળી હતી પરંતુ ફૂટપાથ સ્કૂલમાં તેઓ જે રીતે અભ્યાસમાં મજબૂત બન્યા એ જ રીતે અન્ય નબળા બાળકોનું પણ ઘડતર કરી બંને બહેનો સમાજને વધુ તેજસ્વી તારલાઓ મળે તેવા પ્રયાસ કરી રહી છે.

Next Article