Vadodara: પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવા માટેનો નવો અભિગમ, પોલીસની માઉન્ટેડ શાખા આપી રહી છે ઘોડેસવારીની તાલીમ

વડોદરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવે છે.

Vadodara: પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવા માટેનો નવો અભિગમ, પોલીસની માઉન્ટેડ શાખા આપી રહી છે ઘોડેસવારીની તાલીમ
Horse ride training
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:22 AM

કાયદાનું પાલન કરાવતી પોલીસ ક્યારેક સખત પણ બનતી હોય છે. જેના કારણે કેટલાક લોકોમાં પોલીસનો ડર રહેતો હોય છે. જો કે ખરેખર તો પોલીસ તંત્ર તો પ્રજા માટે સંકટ સમયની સાંકળ સમાન છે. પોલીસ અને પ્રજાને એકમેકના પૂરક બનાવવા સુરક્ષા સેતુ હેઠળ વડોદરા શહેર પોલીસે (Vadodara Police) મહિલાઓને આત્મ રક્ષણ અને રાયફલ ચલાવવા સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ શીખવવાની શરૂ કરી છે. આવી જ એક આગવી પ્રવૃત્તિ ઘોડેસવારી (Horse riding) ની પણ લોકો તાલીમ (Training)લઇ રહ્યા છે.

વડોદરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવે છે. અહીંથી તાલીમ લઈને કેટલાંક લોકોએ પોતાના ઘોડાં વસાવ્યા છે, જે આ પ્રવૃત્તિની સફળતાનો પુરાવો છે.

માઉન્ટેડ શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ઘનશ્યામસિંહ એન. જાડેજા કહે છે કે, પ્રતાપનગર સ્થિત પોલીસ વડા મથક ખાતે આ તાલીમ આપવામાં આવી રહી છે. આ શાખા માટે 11 ઘોડાની કુમક મંજૂર કરવામાં આવી છે. તેની સામે હાલમાં 6 ઘોડા ઉપલબ્ધ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ઘોડો રોયલ પ્રાણી ગણાય છે. માનવ માટે પરિવહનના પ્રાથમિક સાધનોમાં તેનો સમાવેશ થાય છે. વડોદરાના ગાયકવાડી શાસકોના શાસન મંત્ર ‘જીન ઘર, જીન તખ્ત’માં ઘોડાનો આડકતરો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો કે જન કલ્યાણ માટે ઘોડાને પલાણવા મૂકવામાં આવતું જીન એ જ ઘર અને એ જ રાજ સિંહાસન. ભારતીય શૂરવીરતાના ઇતિહાસમાં મહારાણા પ્રતાપના ચેતક (જે ગુજરાતનો જ અશ્વ હતો)નું નામ, તો ધર્મ ઇતિહાસમાં સહજાનંદ સ્વામી મહારાજની અનુપમ ઘોડી માણકીનું નામ સોનાના અક્ષરોથી અંકિત છે.

આવા ઉમદા પ્રાણીનું આકર્ષણ સહુને હોય છે ત્યારે અશ્વ સવારીની આ તાલીમ જાણે કે જૂની ભવ્યતાને તરોતાજા કરે છે. અત્યાર સુધીમાં આ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં ત્રણ બેચમાં કુલ 92 લોકોએ તાલીમ લીધી છે. હાલમાં ચોથી બેચમાં 35 અશ્વ ચાહકો તાલીમ લઈ રહ્યાં છે. વડોદરા પોલીસના અશ્વ દળ પાસે હાલમાં કાઠિયાવાડી, મારવાડી અને થ્રો બ્રીડ એટલે કે મોટા કાન વાળા અરબી જાતવાન ઘોડા છે. આ તેજીલા તોખારોને જેસ, પૂજા, ડાયમન્ડ, શેરા, ચાંદની, સ્ટ્રોમ એવા નામો આપવામાં આવ્યા છે.

ખાનગી હોર્સ રાઇડિંગ સંસ્થાઓમાં આવી તાલીમનો ઊંચો દર ચૂકવવો પડે. પરંતુ સુરક્ષા સેતુ એ તો પ્રજા સાથે મૈત્રી કેળવવાનો મંચ છે. એટલે અહીં ત્રણ મહિનાની બેઝિક તાલીમ સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માત્ર રૂ. 2250નો અને અન્ય લોકો રૂ. 4500નો દર ચૂકવીને લઈ શકે છે. વિદ્યાર્થીઓ અને દીકરીઓ પણ રસપૂર્વક આ તાલીમમાં જોડાય છે.

પોલીસ દ્વારા અશ્વ ખરીદીની એક પ્રક્રીયા હોય છે. આ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં જાહેરાત આપી નિયત જગ્યાએ કેમ્પ રાખવામાં આવે છે. જેમાં પશુ ચિકિત્સકો ઉપર અશ્વના જાણતલ પણ હોય છે. ઘોડાની લંબાઇ, પગ, તેના ડાબલા, આરોગ્યને ધ્યાને રાખી ત્રણથી સાત વર્ષની ઉંમરના જ અશ્વોની પોલીસ ખરીદી ભાવતાલ કરીને કરે છે. ખરીદી કરવાના સાથે ઘોડાની હિસ્ટ્રીશીટ શરૂ થાય છે. જેમાં ઘોડાની તમામ વિગતો રાખવામાં આવે છે. સમયાંતરે થતી બિમારી, તેની સારવારની પણ નોંધ કરવામાં આવે છે. સરકારી પરિભાષામાં તેને લાઇવસ્ટોકની નિભાવણી કહે છે.

સામાન્ય રીતે સરકારી દફતરે રહેલી કિંમતી વસ્તુ કામની ના રહે એટલે તેને કન્ડમ કરવાના નિયમો હોય છે. પણ, અશ્વોને કન્ડમ કરવાની વિશેષ પ્રક્રીયા છે. કોઇ કારણોસર ઘોડો કામનો ના રહે એટલે પશુતબીબો સહિતની પોલીસ અધિકારીઓની કમિટિ તેની બિમારી, ઇજાની તપાસ કરે છે. બાદમાં તેના આધારે અશ્વને કન્ડમ કરવામાં આવે. તે બાદ પણ પોલીસ દ્વારા અશ્વની સંભાળ રાખવામાં આવે છે. પણ, તેની પાસેથી કામ લેવાતું નથી.

ઘનશ્યામસિંહ કહે છે કે અમારી આ પ્રાથમિક તાલીમમાં ઘોડા પર બેસવું, ઉતરવું, ઘોડાને નિયંત્રણમાં રાખવો, વિવિધ પ્રકારની ચાલથી ઘોડાને દોડાવવો, તેની સારસંભાળ કેવી રીતે લેવી, તેને સ્નાન કરાવવું, ઘોડાને કેવા પ્રકારનો ખોરાક આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. સુરક્ષા સેતુની આ પહેલ લોકોને ગમી છે. માઉન્ડ પોલીસના 10 અશ્વસવારો આ તાલીમાર્થીઓને ઘોડા સવારીના વિવિધ પાસાઓની સારી રીતે તાલીમ આપે છે. તેનાથી પોલીસ તંત્ર અને પ્રજા વચ્ચે સંપર્ક સેતુને એક નવો આયામ મળ્યો છે. જે પ્રજા અને પોલીસ બંને પક્ષો માટે લાભદાયક બની રહેશે.

આ પણ વાંચો-

Vadodara : પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

આ પણ વાંચો-

Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">