Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી મૃત્યુના કિસ્સામાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52 કરોડની સહાય ચૂકવવામાં આવી

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી સહાય માટે 10742 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.જે પૈકી 10730 કેસો મંજૂર કર્યા છે.જેમાંથી 10407કેસોમાં સહાય મંજુર કરી મૃતકોના વારસદારોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં કોવિડ - 19 થી મૃત્યુના કિસ્સામાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52 કરોડની સહાય ચૂકવવામાં આવી
Rs 6 crore assistance was paid to the heirs of 10,308 deceased in case of death from Kovid-12 in Vadodara city district
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:56 AM

વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં કોવિડ (Covid) મહામારીના કારણે મૃત્યુ (death) પામેલા નાગરિકોના વારસદારોને સહાય (assistance) આપવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19થી મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધીમાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52કરોડ 3 લાખ 50 હજારની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી હોવાનું કલેકટર (Collector) અતુલ ગોરે જણાવ્યું છે.

અતુલ ગોરે ઉમેર્યું કે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી સહાય માટે 10742 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.જે પૈકી 10730 કેસો મંજૂર કર્યા છે.જેમાંથી 10407કેસોમાં સહાય મંજુર કરી મૃતકોના વારસદારોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે,આરોગ્ય વિભાગની યાદી મુજબ 811 કેસો જ્યારે આરોગ્ય વિભાગે જાહેર કરેલ યાદી સિવાયના ૯૫૯૬ સહિત કુલ 10407 કેસોમાં સહાય ચુકવવામાં આવી છે.

કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

અહીં મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે 10,942 મૃત્યું થયા હોવાનું જાહેર કરાયું છે ત્યારે બીજી બાજુ કોરોના કાળમાં અનાથ કે નિરાધાર થયેલા માતા કે પિતા ગૂમાવનારા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ  કુલ 27,674 જેટલી અરજી મળી હોવાની અને તેમાંથી 20,970 અરજી મંજૂર કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે. જ્યારે 3665 જેટલી અરજી નામંજૂર કરાઈ છે તો 3009 જેટલી અરજીઓ હજુ પણ પડતર છે. આમ સરકાર દ્વારા રજુ કરવામાં સત્તાવાર આંકડા અને કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને સહાય ચૂકવવાના આંકડામાં મોટી વિસંગતતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો

આ પણ વાંચોઃ Ahmedabad: ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપનુ સંમેલન, રિવરફ્રન્ટ ખાતે 10 હજાર કાર્યકર્તા એકઠા થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">