Ahmedabad: ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપનુ સંમેલન, રિવરફ્રન્ટ ખાતે 10 હજાર કાર્યકર્તા એકઠા થશે

મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થીતીમાં સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ સક્રિય કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:41 AM

આજે રાજયભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સક્રિય સભ્‍યોને કાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાઇ રહ્યો છે તે અંતર્ગત અમદાવાદ (Ahmedabad) માં રિવરફ્રન્ટ ખાતે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની ઉપસ્‍થિતીમાં સક્રિય સભ્‍યોને કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ સક્રિય કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવાના છે.

આ ઉપરાંત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક (Cabinet meeting) યોજાશે. સામાન્ય રીતે આ બેઠક બુધવારના રોજ મળતી હોય છે પણ બુધવારે ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમોને કારણે મંગળવારે કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠક મહત્વની બની રહેશે. વિધાનસભા સત્ર દરમિયાન મંજૂર થયેલા બજેટના સુખાકારી યોજનાઓના અમલીકરણ અંગે મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે. માલધારી કાયદાને પાછા લેવા માટે લેવાયેલા નિર્ણય સંદર્ભમાં પણ કેબિનેટમાં ચર્ચા કરાશે.

ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે તમામ મંત્રીઓ જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ ભાગ લઈને સરકારની યોજનાઓ પ્રજા સમક્ષ મુકવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થશે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની ઉભી થયેલી સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણાં થઈ શકે છે. રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગ દ્વારા કેબિનેટ બેઠકમાં પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કરાશે.

આ ઉપરાંત આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્‍યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્‍નાકરભાઇ અને પ્રદેશ અગ્રણીઓની ઉપસ્‍થિતીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી સમયમાં યોજાનાર અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત સોશીયલ મીડીયા વિભાગ, આઇટી વિભાગ અને મીડીયા વિભાગની પ્રદેશ બેઠક પણ મળશે.

આ પણ વાંચોઃ Surat: ઓલપાડના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખા, ડાંગરનો ઉભો પાક સુકાવાના આરે

આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલને અપાઇ સન્માનજનક અનોખી વિદાય, લીના પાટીલની ભરૂચ ખાતે બદલી થઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">