AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત

વડોદરાની(Vadodara)કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે આજે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિ (દિશા)ની બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરી કે વડોદરાથી ભરૂચ(Bharuch)જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા ચાર ઓવર બ્રિઝને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.

Vadodara-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત
Vadodara MP Ranjanben Bhatt Review Meeting
yunus.gazi
| Edited By: | Updated on: Sep 16, 2022 | 7:38 PM
Share

વડોદરાની(Vadodara)કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે આજે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિ (દિશા)ની બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરી કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાથી ભરૂચ (Bharuch) જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા ચાર ઓવર બ્રિઝને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે. સાંસદ રંજનબેન ભટ્ટે આ બેઠકમાં ઉપસ્થિતિ અન્ય જનપ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, તેઓ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ ઉપર ચાર ઓવર બ્રિજને કારણે થતાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

સાંસદએ ઉમેર્યું કે, ઉક્ત રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પૂલ હાલના સમયે ફોરલેન છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલી આપવામાં આવી છે. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિની આ બેઠકમાં શ્રીમતી ભટ્ટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત કામો સારી ગુણવત્તાયુક્ત અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. તેમણે દિશા બેઠક માટે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સુંદર સંકલન બદલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી મિતા જોશીને બિરદાવ્યા હતા.

બેઠકના પ્રારંભે કલેક્ટર અતુલ ગોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના સુદ્રઢ અમલી કરણ માટે તકેદારી સાથે કામ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, જસપાલસિંહ પઢિયાર ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">