Vadodara: ગેરકાયદે ઉભા કરવામાં આવેલા દબાણ પર તંત્રનું ફર્યું બુલડોઝર

વડોદરા શહેરના મેયર કેયૂર રોકડિયા તથા DCP સહિતના પોલીસ કાફલાની આગેવાનીમાં તંત્ર દ્વારા ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સહકાર નગરમાં PM આવાસ યોજનાના માર્ગ દબાણ કરવામાં આવ્યું હતું, તે દૂર કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 3:28 PM

વડોદરામાં (Vadodara Municipal Corporation ) કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ (Police) દ્વારા ગેરકાયદે બનેલા દબાણો દૂર કરવાની કામગીરી  શરૂ કરવામાં આવી છે અને અનેક વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે તાંદલજા વિસ્તારમાં પણ કોર્પોરેશનની (VMC) ટીમે ધાર્મિક સ્થળે દબાણ દૂર કર્યું હતુું.  શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ દ્વારા કડક હાથે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે તાંદલજા વિસ્તારમાં પણ કોર્પોરેશનની ટીમે ધાર્મિક સ્થળે દબાણ દૂર કર્યું.

ગેરકાયદે આવેલું ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું

વડોદરા શહેરના મેયર કેયૂર રોકડિયા તથા DCP સહિતના પોલીસ કાફલાની આગેવાનીમાં તંત્ર દ્વારા  ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સહકાર નગરમાં PM આવાસ યોજનાના માર્ગ દબાણ કરવામાં આવ્યું હતું, તે દૂર કરવામાં આવ્યું હતું. તેમજ તસોમા તળાવ પાસેના BSUP મકાનો વચ્ચેથી ગેરકાયદે ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું છે. અહીં ગેરકાયદે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો અને તેની અંદર છેલ્લા 4 વર્ષથી નમાઝ પઢવામાં આવતી હતી.

તે દૂર કરવાની કામગીરી કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત પણ  શહેરમાં અનેક સ્થળે ગેરકાયદે આવેલા દબાણ પણ હટાવવામાં આવ્યા હતા. શહેરમાં ઠેર ઠેર ઉભા કરેલા ગેરકાયદે દબાણ તંત્ર માટે માથાનો દુખાવો  બની રહ્યા છે ત્યારે હવે કોર્પોરેશન આવા દબાણો સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદે દબાણ હટાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">