રખડતા ઢોર બાદ કપિરાજનો આતંક ! મંદિરમાં ઘૂસીને પૂજારીના પગમાં ભર્યું બચકું, જુઓ VIDEO

વીડિયોમાં જોઈ શકાય છે કે, મંદિરમાં (Temple) પૂજારી પુજા કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક જ કપિરાજ દોડીને મંદિરમાં પહોંચે છે. અને ગણતરીની સેકન્ડમાં જ તે પુજારીના પગે બચકુ ભરી જાય છે.

રખડતા ઢોર બાદ કપિરાજનો આતંક ! મંદિરમાં ઘૂસીને પૂજારીના પગમાં ભર્યું બચકું, જુઓ VIDEO
Priest injured after monkey attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 11:32 AM

Vadodara : રખડતાં ઢોરોને પકડવાની CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)  ટકોર બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો અને એટલે જ વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરને કારણે જીવ ગુમાવવો પડ્યો છે, ત્યાં હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media)  પર અવારનવાર કપિરાજના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં ક્યાંક મસ્તી કરતા તો ક્યાંક કપિરાજ (Monkey) માનવની નકલ કરતા જોયા હશે. પરંતુ તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો

કપિરાજના આતંકને પગલે લોકોમાં પારવાર રોષ

વીડિયોમાં જોઈ શકાય છે કે, મંદિરમાં (Temple) પૂજારી પુજા કરી રહ્યા છે,તે દરમિયાન અચાનક જ કપિરાજ દોડીને મંદિરમાં પહોંચે છે.અને ગણતરીની સેકન્ડમાં જ તે પુજારીના પગે બચકુ ભરી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (viral) થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.એક તરફ વડોદરામાં રખડતા ઢોરે (Stray Cattle) માઝા મુકી છે,તો બીજી તરફ હવે કપિરાજનો આતંકને પગલે લોકોમાં પારવાર રોષ જોવા મળી રહ્યો છે.

પહેલાં સામાન્ય માણસો, પછી નેતાઓ અને હવે પોલીસને પણ રખડતા ઢોરોએ અડફેટે લીધા છે.વડોદરામા ગઈકાલે એક જ દિવસમાં ગાયની અડફેટે આવવાની બે ઘટનાઓ બની છે.આ વખતે રખડતી ગાયે ગોરવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા.ખોડિયારનગર રઘુકુળ સ્કૂલ સામે મેઈન રોડ પર હેડ કોન્સ્ટેબલ ભાયલાલ રોહિતને ગાયે અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાભાયલાલ રોહિતને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">