Vadodara: બુટલેગરના સાગરીતોનો સ્ટેટ મોનિટરિંગ ટીમ પર હુમલો, PSI ઇજાગ્રસ્ત, બુટલેગરને છોડાવી ટોળું ફરાર
પોલીસ (police) એ બુટલેગરની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો તે દરમિયાન બુટલેગરના સાગરીતો અને સ્થાનિક લોકોનું ટોળું આવી ગયું હતું. અને PSI સહિત પોલીસ જવાનો ઉપર હુમલો કરી પોલીસે પકડેલા દારૂનો જથ્થો લઈ ફરાર થઇ ગયા હતા. આ ટોળું પોલીસે પકડેલી બુટલેગરને પણ છોડાવી ગયું હતું.
વડોદરા (Vadodara) માં બુટલેગર પર રેડ પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (State monitoring cell) ની ટીમ પર હુમલો થયો છે. સમાંમાં આવેલ નવી નગરી વિસ્તારમાં SMCની ટીમ ગઈ ત્યારે તેમના પર પથ્થરમારો કરાયો હતો અને રેડમાં પકડેલા દારૂનો જથ્થો લૂંટી બૂટલેગર ફરાર થઈ ગયો હતો. સમા વિસ્તારમાં નામચીન બુટલેગર દિલીપ ઉર્ફ લાલા ડામોરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસ (police) એ બુટલેગરની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો તે દરમિયાન બુટલેગરના સાગરીતો અને સ્થાનિક લોકોનું ટોળું આવી ગયું હતું. અને PSI સહિત પોલીસ જવાનો ઉપર હુમલો કરી પોલીસે પકડેલા દારૂનો જથ્થો લઈ ફરાર થઇ ગયા હતા. આ ટોળું પોલીસે પકડેલી બુટલેગરને પણ છોડાવી ગયું હતું.
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર ઉર્મી સ્કૂલ પાસેની નવી નગરીમાં દિલીપ ઉર્ફ લાલો ડામોર નામનો બુટલેગર મોટા પાયે દારૂનો ધંધો બે રોકટોક કરતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે પી.એસ.આઇ અને તેમની ટીમ ખાનગી ગાડી લઇ રેઇડ પાડવા માટે પહોંચી હતી. ત્યારે નવીનગરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ રાઠવા અને તેમની ટીમે રેઇડ કરી બેફામ ચાલતા દારૂના અડ્ડોનો પર્દાફાશ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રેડ બાદ પોલીસની ટીમ મુદ્દામાલની ગણતરી કરી રહીં હતી, ત્યાં બુટલેગર દિલીપના સાગરીતોનું ટોળું એકત્ર થયું હતું. એકત્ર થયેલા ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર પથ્થર મારો કરતા પી.એસ.આઇ ઇજાગ્રસ્ત થયા હતા. છતાંય ટોળાએ પથ્થર મારો કરવાનુ ચાલુ રાખી ગાડીના કાંચ પણ તોડી નાખ્યાં હતા. બનાવને પગલે સમા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર અને તેના સાગરીતો સહીત ટોળા સામે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે : અમિત શાહ
આ પણ વાંચોઃ ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજકોમાસોલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો