Ahmedabad: CNGના વધતા જતા ભાવ સામે આજથી રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ, બે લાખ રિક્ષાના પૈડા થંભી જશે
રિક્ષા ચાલકોની હડતાળની જાહેરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખે કહ્યું, હડતાળ માત્ર એક રસ્તો નથી. રિક્ષા ચાલુ રાખીને પણ CNG ભાવ ઘટાડાની માગ કરી શકાય છે.
આજે ક્યાંય બહાર જવાનું હોય તો રિક્ષા કે બસન ભરોષે નીકળતાં પહેલાં જાણી લેજો કે આજે અમદાવાદ (Ahmedabad) માં રિક્ષા (rickshaw) ચાલકોની હડતાળ (strike) છે. CNGના વધતા જતા ભાવ સામે અમદાવાદમાં આજથી રિક્ષા ચાલકો સ્વયંભૂ હડતાળ પર ઉતરશે. બે લાખથી વધુ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી CNGના ભાવ વધારા સામે વિરોધ નોંધાવશે. એક દિવસીય હડતાળની રિક્ષા એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ભાવ ઘટાડો નહી થાય તો વિરોધ સમિતિએ ગાંધીનગર (Gandhinagar) રાજભવન સુધી “રિક્ષા રેલી”ની પણ ચીમકી ઉચ્ચારી છે. CNG ગેસનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સાબરમતી ગાંધીઆશ્રમથી ગાંધીનગર રાજભવન સુધી વિશાળ રેલી યોજાશે.
આ તરફ રિક્ષા ચાલકોની હડતાળની જાહેરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન સ્વયંભૂ હડતાળમાં નહીં જોડાય. સ્વયંભૂ હડતાળમાં કેટલાક યુનિયન જોડાયા છે. હડતાળને લઈને ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખે કહ્યું, હડતાળ માત્ર એક રસ્તો નથી. રિક્ષા ચાલુ રાખીને પણ CNG ભાવ ઘટાડાની માગ કરી શકાય છે.
આ પણ વાંચોઃ Morbi: ટંકારામાં રહેતા બે વેપારીઓને ખંડણી માટે ફોન આવ્યો, એક વેપારીએ ખંડણી નહીં આપતા જીવ ગુમાવવો પડ્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
