વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટીંગથી ગરમાવો

|

Mar 21, 2024 | 5:37 PM

લોકસભા ચૂંટણી માટે રંજન ભટ્ટના નામની જાહેરાત થયાની સાથે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો હતો અને નારાજગીના સુર પણ બહાર આવ્યા હતા. એક તરફ જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાયો હતો તો બીજી તરફ કેતન ઇનામદારે પણ વડોદરામાં આંતરિક મનમાની ચાલતી હોવાની વાત સાથે રાજીનામું ધરી દીધું હતું.

વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટીંગથી ગરમાવો
Ranjan Bhatt

Follow us on

સંસ્કારી નગરી વડોદરા છેલ્લા ચાર દિવસથી લાઈમ લાઈટમાં રહ્યું છે. જો કે, આ વખતે લાઈન લાઈટમાં રહેવાનું કારણ નેતાઓના પ્રચાર નહીં પરંતુ ભાજપના આંતરિક વિખવાદ છે. વડોદરાના ભાજપના સાંસદ તથા ઉમેદવાર રંજન ભટ્ટનો ગઈકાલ સુધી વિરોધ થઈ રહ્યો હતો ત્યાં હવે સોશિયલ મીડિયા પર i support ranjan ben કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. મારુ ઘર રંજનબેન સંઘ પણ કેમ્પેઇન શરૂ કરાયું છે.

લોકસભા ચૂંટણી માટે રંજન ભટ્ટના નામની જાહેરાત થયાની સાથે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો હતો અને નારાજગીના સુર પણ બહાર આવ્યા હતા. એક તરફ જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાયો હતો તો બીજી તરફ કેતન ઇનામદારે પણ વડોદરામાં આંતરિક મનમાની ચાલતી હોવાની વાત સાથે રાજીનામું ધરી દીધું હતું. જો કે. આ મેલો ડ્રામા સાંજ સુધીમાં પૂર્ણ થઈ ગયો હતો. પરંતુ રંજનબેન સામેનો વિવાદ ક્ષમ્ય ન હતો.

વડોદરાના જ કેટલાક વિસ્તારોમાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા તો ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વિરુદ્ધ પણ પોસ્ટર લાગ્યા. સૂત્રોની માનીએ તો ભાજપનો જ નારાજ એક જૂથ આ પોસ્ટર વોર પાછળ કાર્યરત છે. જો કે, પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી તેણે પોસ્ટર પોતે લગાવ્યા હોવાની વાત કરી છે સાથે જ તે કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની પણ વાત સામે આવી છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

પ્રચારના અનેક રંગ ચૂંટણીમાં જોવા મળતા હોય છે. પરંતુ હાલ તો વડોદરામાં નેતાઓના જ રંગ જોવા મળી રહ્યા છે. જો કે જ્યાં ભાજપનું એક જૂથ રંજન ભટ્ટને ટિકિટ આપવાથી નારાજ છે ત્યાં જ ભાજપનું બીજું જૂથ રંજન ભટ્ટના સમર્થનમાં છે અને એટલે જ સોશિયલ મીડિયા પર રંજન ભટ્ટના સમર્થનમાં કેમ્પેઇન પણ શરૂ થઈ ગયું છે ત્યારે જોવાનું એ છે કે વિરોધ અને સમર્થન વચ્ચે આખરે રંજન ભટ્ટની જીતમાં ભાજપનો પાંચ લાખનો દાવો પૂર્ણ થશે કે નહીં.

ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનની આંતરિક લડાઈ ભાજપને ફાયદો કરાવશે

ચૂંટણી જાહેર થયા પહેલાંથી ભરૂચની બેઠક ચર્ચામાં રહી છે ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે તેવું પણ રાજકીય પંડિતો માની રહ્યા છે જો કે વર્તમાન સ્થિતિ સીધી રીતે ભાજપને લાભ અપાવે તેવી બની રહી છે જેનું મહત્વનું કારણ છે ઇન્ડિયા ગઠબંધન. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે. જો કે, ચૈતર વસાવા હજુ કાયદાકીય આંટી ઘૂંટીના કારણે લોકસભાના તમામ મતવિસ્તારમાં પ્રવેશ કરી શકતા નથી.

જ્યારે કેટલાક વિસ્તારમાં રાત્રિ રોકાણની પણ પરવાનગી નથી જેના કારણે કેમ્પેનમાં અનેક અવરોધ આવી રહ્યા છે નીચલી કોર્ટે અરજી ફગાવી ત્યારબાદ હાઇકોર્ટમાં ચૈતર વસાવાએ ગુહાર લગાવી છે, તો બીજી તરફ મુમતાઝ હોય કે ફૈઝલ આજે પણ માને છે કે ભરૂચ સીટ ઉપર પહેલો અધિકાર તેમનો છે અને એ જ કારણ છે કે બંને ભાઈ બહેન હાલમાં કેન્દ્રીય નેતૃત્વને આ બેઠક પરથી ગઠબંધન તોડવા દબાણ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અવઢવમાં છે કે આખરે ચૈતર વસાવા સાથે કેમ્પિયનમાં જોડાવું કે નહીં તો બીજી તરફ મહેશ વસાવાએ મનસુખ વસાવાની તરફેણમાં કેમ્પેન શરૂ કરી દીધું છે, ત્યારે આ બેઠક હાલમાં ભાજપ તરફે જોવા મળી રહી છે, જો કે, ભાજપ માટે એક એક વોટ મહત્વનો છે એટલે ભરૂચ લોકસભાની તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર છે. અને એ જ કારણ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નર્મદા જાહેર સભામાં આડકતરી રીતે ચૈતર વસાવા પર ચાબખા માર્યા હતા.

જો કે જ્યાં એક તરફ મહેશ વસાવા ખુલીને ભાજપને સમર્થન કરી રહ્યા છે ત્યાં બીજી તરફ તેમના પિતા છોટુ વસાવા એ જ તેમના વિરુદ્ધમાં વિસ્તારમાં કેમ્પેન શરૂ કર્યું છે ત્યારે પિતા પુત્રને આ લડાઈ ભાજપને નુકસાન ન કરે તેની પર પણ ભાજપનો પ્રમુખ નેતૃત્વ ધ્યાન આપી રહ્યું છે

Next Article