રાષ્ટ્રીય એકતા અને મહિલા સશક્તિકરણ આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો અને સાથે જ મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડાઈ વિશે વાત કરી હતી.
રાષ્ટ્રીય એકતા અને સંકલ્પ
PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, દેશની એકતાને મજબૂત કરે તેવા કાર્યોને પ્રોત્સાહન આપવું અને એકતાને નબળી પાડતી વાતોથી દૂર રહેવું. તેમણે કહ્યું કે, સરદાર સાહેબે દેશની સાર્વભૌમત્વને સર્વોપરી રાખી, પરંતુ તેમના નિધન પછીની સરકારોએ ગંભીરતા ન બતાવી.
કોંગ્રેસ પર આકરા પ્રહારો (ઐતિહાસિક ભૂલો):
- કાશ્મીર મુદ્દો: PM મોદી એ કહ્યું.. નેહરુજીએ સરદાર સાહેબની ઈચ્છા વિરુદ્ધ કાશ્મીરનું સંપૂર્ણ વિલીનીકરણ ન થવા દીધું અને તેને અલગ બંધારણ આપ્યું, જેના કારણે એક ભાગ પાકિસ્તાનમાં ગયો.
- આતંકવાદ અને નક્સલવાદ: અગાઉની સરકારોએ કાશ્મીર, પૂર્વોત્તર અને અન્ય રાજ્યોમાં આતંકવાદ/નક્સલવાદને ગંભીરતાથી ન લીધો. કોંગ્રેસ આતંકવાદ સામે નતમસ્તક રહી અને સરદારના વિઝનને ભૂલાવી દીધું.
- અન્ય નેતાઓ સાથે અન્યાય: સરદાર પટેલની જેમ જ બાબા સાહેબ આંબેડકર, નેતાજી (સુભાષચંદ્ર બોઝ), રામ મનોહર લોહિયા અને જય પ્રકાશજી સાથે પણ કોંગ્રેસ સરકારે અન્યાય કર્યો.
નક્સલવાદ સામે નિર્ણાયક કાર્યવાહી
- પહેલાની સ્થિતિ: 2014 પહેલા નક્સલીઓ ખુલ્લેઆમ સત્તા ચલાવતા હતા, શાળાઓ અને હોસ્પિટલોને ઉડાવી દેતા હતા અને પ્રશાસન લાચાર હતું.
- વર્તમાન પરિણામ: સરકારે ‘અર્બન નક્સલીઓ’ને હટાવીને જડબાતોડ જવાબ આપ્યો છે. 2014માં 125 જિલ્લાઓ માઓવાદથી પ્રભાવિત હતા, જે હવે ઘટીને માત્ર 11 રહી ગયા છે.
- સંકલ્પ: દેશ નક્સલવાદ-માઓવાદથી મુક્ત ન થાય ત્યાં સુધી સરકાર શાંતિથી બેસશે નહીં.
ઘૂસણખોરી અને સુરક્ષા
- ખતરો: વોટ બેંકની રાજનીતિ માટે અગાઉની સરકારોએ દેશની સુરક્ષાને જોખમમાં મૂકી અને ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું.
- લડાઈ: કેટલાક લોકો દેશહિતથી વધારે પોતાના સ્વાર્થને આગળ રાખીને ઘૂસણખોરો માટે લડી રહ્યા છે.
- સંકલ્પ: ભારતમાં રહેતા દરેક ઘૂસણખોરને બહાર કાઢવાનો સંકલ્પ લેવો.
- રાજકીય છૂઆછૂતનો અંત: સરકારે રાજકીય છૂઆછૂતનો અંત લાવીને તમામ પૂર્વ વડાપ્રધાનોનું મ્યુઝિયમ બનાવ્યું.
- વિરોધીઓને સન્માન: પ્રણવ મુખર્જીને ભારત રત્ન અને વિરોધી વિચારધારાના મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ આપીને દેશહિત માટે એક થવાની ભાવના પ્રદર્શિત કરી.
ઓપરેશન સિંદૂર (મહિલા સશક્તિકરણ)
- ગુજરાત કેડરના મહિલા IPS અધિકારી સુમન નાલા દ્વારા પરેડનું નેતૃત્વ કરવું એ સશક્ત મહિલા પ્રતિનિધિત્વનું ઉદાહરણ છે.
- નિર્ણાયક જવાબ: “ઓપરેશન સિંદૂર” દ્વારા દેશે દુનિયાને બતાવ્યું છે કે ભારત ઘરમાં ઘૂસીને મારે છે, અને ભારતનો જવાબ પહેલા કરતા મોટો અને નિર્ણાયક છે.
- આંતરિક એકતાની વાત કરવાંઆ આવે તો એકતામાં વિચારોની વિવિધતાનું સન્માન જરૂરી છે, મતભેદ હોય, પણ મનભેદ ન હોવો જોઈએ.