વડોદરા કોર્પોરેશનની નવી કચરાપેટીઓ વિતરણના વાકે પડી રહેવાના કારણે ‘કચરો’ બની ગઈ!
વડોદરા કોર્પોરેશનમાં ખરીદવામાં આવેલી કચરાપેટીઓનું વિતરણ નાગરિકોમાં કરવામાં આવ્યું નથી. વર્ષોથી એમનેમ પડી રહેવાના લીધે કચરાપેટી પોતે જ કચરો બની ગઈ છે. વર્ષ 2014 -15માં વડોદરા કોર્પોરેશન દ્વારા વેરો ભરનારા શહેરીજનોને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ડસ્ટબીન આપવામાં આવી હતી. આશરે વડોદરા કોર્પોરેશન દ્વારા 5 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવી હતી. જોકે અધિકારીઓની અણ-આવડતના કારણે આજે […]
વડોદરા કોર્પોરેશનમાં ખરીદવામાં આવેલી કચરાપેટીઓનું વિતરણ નાગરિકોમાં કરવામાં આવ્યું નથી. વર્ષોથી એમનેમ પડી રહેવાના લીધે કચરાપેટી પોતે જ કચરો બની ગઈ છે.
વર્ષ 2014 -15માં વડોદરા કોર્પોરેશન દ્વારા વેરો ભરનારા શહેરીજનોને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ડસ્ટબીન આપવામાં આવી હતી. આશરે વડોદરા કોર્પોરેશન દ્વારા 5 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવી હતી. જોકે અધિકારીઓની અણ-આવડતના કારણે આજે 5 વર્ષ બાદ પણ હજ્જારો ડસ્ટબીન પડી પડી ભંગાર બનીને ધુળ ખાઇ રહી છે. જોકે ટીવી9ની ટીમે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનના ધ્યાને આ બાબત મુકતા તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. વધુમાં તેમણે તાત્કાલિક અસરથી તમામ ડસ્ટબીનોને નાગરીકોમાં ફાળવવાના આદેશો આપ્યા હતા.જે કસુરવારો છે તેમની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી હતી.
Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ
આજનું રાશિફળ તારીખ : 21-06-2025
યોગ કરતા પહેલા અને પછી આ વસ્તુઓ ખાઓ, થશે બેવડો ફાયદો
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
બીજી તરફ આ વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલરે શાસકોની અણઆવડત અને અધીકારીઓની નિષ્ક્રીયતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે હજ્જારો ડસ્ટબીનને રઝડતી કરનારા અધીકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મહત્વપુર્ણ છે કે આ પહેલા વર્ષ 2010માં પણ કોંગ્રેસના કાઉન્સિલરે ધુળ ખાઇ રહેલી ડસ્ટબીનો લોકોને વહેચી મારી હતી અને તેમની સામે ગુનો નોધાયો હતો.જોકે ફરીવાર આવી ઘટના સામે આવી છે અને કોર્પોરેસનના અધિકારીઓની લાલીયાવાડી પ્રકાશમાં આવી છે.