વડોદરા ફાયર વિભાગ માટે મગાવાયુ હાઇટેક મશીન, 24 માળની બિલ્ડિંગમાં પણ બુઝાવી શકશે આગ

|

Mar 05, 2024 | 11:58 AM

CM ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું. અત્યાર સુધી ફાયર વિભાગ પાસે 41 મીટરની ઊંચાઇ પર રેસ્ક્યુ કરી શકે એવું વાહન હતુ, જો કે 41 મીટરથી વધુની ઊંચાઇ પર આગ લાગે તો ફાયર ફાઇટર્સે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. હવે આ મુશ્કેલીનો અંત આવશે.

વડોદરા ફાયર વિભાગ માટે મગાવાયુ હાઇટેક મશીન, 24 માળની બિલ્ડિંગમાં પણ બુઝાવી શકશે આગ

Follow us on

વડોદરામાં એક નવું આધુનિક મશીન આવ્યું છે. જે સૌથી ઊંચી જગ્યાએ પણ આગ લાગે અથવા કોઇ હોનારત સર્જાય તો આગ બુઝાવવા અને રેસ્ક્યું કરવા માટે સક્ષમ છે. આ નવું હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ છે,આ મશીન 25 કરોડ રુપિયાના ખર્ચે વસાવવામાં આવ્યુ છે.

આગ લાગે અથવા કોઇ કુદરતી હોનારત થાય ત્યારે ફાયર વિભાગ યાદ આવે છે,પરંતુ ફાયર વિભાગને સક્ષમ તેના આધુનિક સાધનો બનાવતા હોય છે. વડોદરા મહાનગરપાલિકનું ફાયર વિભાગ હવે વધુ હાઈટેક બન્યું છે. ઉંચી ઉંચી ઇમારતોમાં જો આગ લાગે અથવા કોઇ હોનારત સર્જાય તો ફાયર ફાઇટરો તાત્કાલીક મદદ પૂરી પાડી શકે તે માટે હવે એક નવું આધુનિક મશીન વસાવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું. 25 કરોડના ખર્ચે વસાવેલું આ મશીન ખાસ ફીનલેન્ડથી મંગાવાયું છે. હવે આ હાઇટેક મશીનથી લોકોને અનેક રીતે ફાયદો થશે. અત્યાર સુધી ફાયર વિભાગ પાસે 41 મીટરની ઊંચાઈ પર રેસ્ક્યુ કરી શકે એવું વાહન હતુ, જો કે 41 મીટરથી વધુની ઊંચાઈ પર આગ લાગે તો ફાયર ફાઇટર્સે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. હવે આ મુશ્કેલીનો અંત આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ નવુ એલિવેટર પ્લેટફોર્મ 81 મીટરની ઊંચાઇ સુધી પહોંચી શકશે. એટલે 240 ફૂટની ઊંચાઇ સુધી આગ બુઝાવી શકશે. હાઈ રાઈસ બિલ્ડિંગમાં રેસ્ક્યૂ ઓપરેશન સરળ થશે. ન માત્ર વડોદરા પરંતુ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આવું હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ વસાવેલું છે જેથી ઇમરજન્સીના સમયમાં સહાય પૂરી પાડવા માટે કોઇ અગવડ ન પડે. રાજકોટમાં પણ 22 માળ સુધી પહોંચી શકે એવું મશીન છે, સુરતમાં 30માળ સુધી પહોંચી શકે એવુ મશીન ઉપલ્બ્ધ છે.

આજથી ચાર વર્ષ પહેલા સુરતમાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો ત્યારે 22 બાળકોના મૃત્યું થયા હતા. એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ફાયર વિભાગએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ એ સમયે આટલી હાઇટ સુધી પહોંચી શકે એવું આધુનિક એલિવેટર મશીન ફાયર વિભાગ પાસે નહોતુ, એટલે રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ફાઇટરોને સમય લાગ્યો હતો. જોકે ત્યારબાદ સુરત મનપાએ પણ આવું આધુનિક મશીન વસાવી લીધુ હતું. એટલા માટે વધુ ઊંચાઇ સુધી રેસ્ક્યુ કરી શકે એવું આધુનિક મશીન અનિવાર્ય છે.

 (With Input-Prashant Gajjar,Vadodara) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article