IT Raid: 5 કરોડથી વધુની રોકડ મળી આવી, Bankers Hospitalના PRO તથા એકાઉન્ટન્ટની પણ થશે તપાસ

|

Jun 09, 2022 | 9:10 AM

આવકવેરા (Income Tax Department) વિભાગ દ્વારા  વડોદરા અને સુરતમાં બેન્કર્સ ગ્રુપની વિવિધ હોસ્પિટલ્સ તેમજ રહેઠાણ પર દરોડા પાડતા 5 કરોડ કરતાં વધુની રોકડ મળી આવી હતી.

IT Raid: 5 કરોડથી વધુની રોકડ મળી આવી, Bankers Hospitalના PRO તથા એકાઉન્ટન્ટની પણ થશે તપાસ

Follow us on

આવકવેરા વિભાગે (IT Raid)બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર(Bankers Hospital)ના નિવાસસ્થાને દરોડા પાડતા 5 કરોડ કરતાં વઘુની રોકડ મળી આવી હતી. આ કેસમાં હવે હોસ્પિટલના( PRO) તથા એકાઉન્ટન્ટની પણ તપાસ કરવામાં આવશે. ગત રોજ વડોદરા અને સુરતમાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડાવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ્સે કોરોનાના કપરા કાળમાં 300કરોડની કમાણી કરી હોવાની વિગતો સામે આવી છે. આ કમાણીમાંથી 45 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું અને વડોદરામાં કરોડોની મિલકતો ખરીદી હોવાની વિગતો બહાર આવી હતી. સાથે જ સહજાનંદ ગ્રુપના  10 સ્થળોએ પણ  આવકવેરા વિભાગે  તપાસ હાથ ધરી છે.   તો  વડોદરા જિલ્લાના પાદરા માં આવેલ બેંકર્સ હાર્ટના ટ્રેનિંગ સેન્ટર તથા સુરત અને અમદાવાદના ગોતામાં આવેલા  ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

આઇટીની રેડમાં જોડાયા  200થી વધુ અધિકારી

આઇટી વિભાગે કુલ 35 સ્થળો પર પાડેલા દરોડમાં 200થી વધુ અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે જોડાયા હતા. વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપની જૂના પાદરા રોડ તેમજ 2 હોસ્પિટલ્સ તેમજ વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલી ડૉ.દર્શન બેન્કર અને ડૉ.પારૂલ બેન્કરના નિવાસસ્થાને અને સુરતમાં આવેલી 1 હોસ્પિટલ તેમજ , ઓફિસ અને ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગની કાર્યવાહીમાં 10 જેટલા બેન્કર લોકર સીલ કરવામાં આવ્યા છે.. લોકર્સમાં કાળું નાણું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના કાળમાં કરી ધરખમ કમાણી

કોરોના કાળમાં હોસ્પિટલના સંચાલકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. રેડ દરમિયાન મોટી માત્રામાં કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરા અને સુરતમાંથી પાંચ કરોડ જેટલી બિનહિસાબી રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના હિસાબી ચોપડા કબજે કરીને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી કે કેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. ઉપરાંત પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગને મની લોન્ડરિંગ થયાનું પણ જાણવા મળ્યું છે.  વડોદરાના સહજાનંદ ગ્રુપના દસ્તાવેજોની ચકાસણી  બાદ આ દરોડાની કામગીરી  કરવામાં આવી છે દરોડાની કામગીરીમાં  હવે વડોદરા, સુરત ઉપરાંત બેંગલુરુ અને મુંબઈમાં પણ બેન્કર્સની સંપત્તિ હોવા અંગેની તપાસ કરવામાં આવશે.

Published On - 9:10 am, Thu, 9 June 22

Next Article