AGL પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત, મહત્વના ડોકયુમેન્ટ સહિત કુલ 20 કરોડની રોકડ જપ્ત

AGL પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની ત્રીજા દિવસની કાર્યવાહીમાં કુલ 20 કરોડની રોકડ મળી આવી છે. સાથે જ અત્યાર સુધીમાં કંપનીના 25 લોકર સર્ચ દરમ્યાન મળી આવ્યા છે. જેને સોમવારે ઈન્કમટેકસના અધિકારીઓ ઓપરેટ કરશે.

AGL પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત, મહત્વના ડોકયુમેન્ટ સહિત કુલ 20 કરોડની રોકડ જપ્ત
AGL Incometax RaidImage Credit source: File Image
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: May 28, 2022 | 8:11 PM

ગુજરાતમાં એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ(AGL) પર ઈન્કટેકસના દરોડા(IT Raid)શનિવારે પણ યથાવત રહ્યા હતા. કંપનીના અલગ અલગ 40 લોકેશન પર ઈન્કટેકસ વિભાગના અધિકારીઓએ સર્ચ દરમ્યાન મહત્વના ડોક્યુમેન્ટ અને વધુ 5 કરોડ રૂપિયાની રોકડ(Cash)જપ્ત કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની ત્રીજા દિવસની કાર્યવાહીમાં કુલ 20 કરોડની રોકડ મળી આવી છે. સાથે જ અત્યાર સુધીમાં કંપનીના 25 લોકર સર્ચ દરમ્યાન મળી આવ્યા છે. જેને સોમવારે ઈન્કમટેકસના અધિકારીઓ ઓપરેટ કરશે. શનિવારે તપાસ દરમ્યાન મળેલી 5 કરોડની રકમ અંગે કંપનીના માલિકોને પૂછતા રકમ અંગે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા જેને કારણે અપ્રમાણસર મિલકત તરીકે આ રકમને સીઝ કરવામાં આવી છે સાથે જ મોટા પ્રમાણમાં દસ્તાવેજી તેમજ ડિજિટલ પુરાવા પણ ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓને મળ્યા છે જેની તપાસના અંતે મોટી કરચોરી સામે આવે તેવી શક્યતાઓ અધિકારી સેવી રહ્યા છે.

શુકવારે ઇન્કમટેક્સ વિભાગને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢ પાસેથી 4 કરોડ મળી આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે AG કંપનીમાં તપાસની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં ઇન્કમટેક્સ વિભાગને બીજા દિવસે વધુ 5 કરોડની રોકડ મળી આવી હતી. જ્યારે ગુરવારે ઇન્કમટેક્સ વિભાગને કાર્યવાહીમાં ફાઈનાન્સર સંકેત શાહ અને રુચિત શાહ અને દિપક શાહને ત્યાંથી 10 કરોડની મળી આવી હતી. આમ બે દિવસની કાર્યવાહીમાં ઇન્કમટેક્સ વિભાગને 15 કરોડની રોકડ મળી હતી. તેમજ 12 બેંક લૉકર પણ મળી આવ્યા હતા શુકવારે ઇન્કમટેક્સ વિભાગને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢ (વી.આઈ.પી. રોડ – રતન જ્યોતિ એપાર્ટમેન્ટ) ના ત્યાંથી પણ 4 રોકડની રકમ મળી આવી હતી. તેમજ હજુ પણ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ રકમ અંગેની વિગતો મેળવી રહી છે. તેમજ રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી

જેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 40 સ્થળોએ ઇન્કમ ટેક્સની કાર્યવાહી યથાવત છે. જેમાં સેજલ શાહના ઘરે અને ઓફિસ બંને સ્થળોએ સર્ચની કાર્યવાહી યથાવત છે. ઇન્કમટેક્સ વિભાગે શિવરંજીની ક્રોસિંગ વિશ્વેશ્વર મહાદેવ રોડ પરના નિવાસસ્થાને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકર્સની તપાસ પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે.

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">