અમદાવાદ બાદ વડોદરા અને સુરતમાં IT નો સપાટો, બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં આવકવેરા વિભાગના દરોડા

|

Jun 08, 2022 | 10:55 AM

Vadodara : ડો દર્શન બેન્કર સાથે જોડાયેલા અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના 50થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે.

અમદાવાદ બાદ વડોદરા અને સુરતમાં IT નો સપાટો, બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં આવકવેરા વિભાગના દરોડા
Bankers Hospital (File Photo)

Follow us on

અમદાવાદ બાદ વડોદરા (Vadodara) અને સુરતમાં આવકવેરા વિભાગનું (Incometax Department) મેગા ઓપરેશન શરૂ થયુ છે. વડોદરા અને સુરતમાં (Surat)  બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં (Bankers Heart hospital) આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. તમને જણાવી દઈએ કે, વડોદરા અને સુરતમાં 12થી વધુ જગ્યાએ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. વડોદરા શહેરમાં 5 હોસ્પિટલમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની (Vadodara City) અલકાપુરીમાં ડૉ.દર્શન બેન્કરના નિવાસે ITની તપાસ કરવામાં આવી રહી છે.

દર્શન બેન્કર સાથે જોડાયેલા અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના 50થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. તપાસ દરમિયાન મોટાપ્રમાણમાં બેનામી વ્યવહાર સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં બેન્કર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પહેલા AGL કંપનીમાં આવકવેરા વિભાગે (Income tax department) પાડેલા દરોડા દરમિયાન 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. ઈન્કમટેક્સ વિભાગે AGL કંપનીના સંચાલકો અને ફાઈનાન્સરોના (Financier) 40 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 5 દિવસમાં ચાલી રહેલા દરોડામાં અધિકારીઓને (IT Officers) ગ્રૂપના 400 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી છે. જ્યારે તપાસમાં વધુ 50 લાખ રોકડા મળ્યા છે.અધિકારીઓએ શોધી કાઢેલા 25 બેંક લૉકર સીઝ કરી દેવાયા છે. જેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.

 

Next Article