કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ બે વર્ષે ઘરે પરત ફર્યો ! જાણો શું છે તેના મોત અને ફરી જીવિત થવા પાછળનું રહસ્ય
Vadodara News : 2 વર્ષ પહેલા કમલેશને કોરોના થયા બાદ તેના પરિવારને અચાનક એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે કમલેશનું કોરોનાના કારણે મોત થઈ ગયું છે.
કોરોનાકાળમાં અનેક લોકોએ જીવન ગુમાવ્યુ છે. કોરોનાકાળમાં અનેક ઘર ઉજળ્યા છે. અનેક પરિવાર વિખરાઇ ગયા છે. જો કે અમે તમને એક એવી ઘટના જણાવવાના છે કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. જે વ્યક્તિનું બે વર્ષ પહેલા કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તે વ્યક્તિ ફરી જીવતો ઘરે પાછો આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કમલેશ પાટીદાર ગુજરાતના વડોદરા જિલ્લામાં કામ કરતા હતા. જો કે બે વર્ષ પહેલા કોરોનાના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યુ હતુ. જો કે હવે બે વર્ષ બાદ તે અચાનક ઘરે પરત ફર્યો છે.
આ પણ વાંચો-Ahmedabad : ઈન્ટરવ્યુના કાગળ બચાવવા જતાં યુવકનો ગયો જીવ, છરીના 3 ઘા મારી કરી હત્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે કમલેશ પાટીદાર બે વર્ષ બાદ પોતાના ઘરે પહોંચ્યા છે. પરિવારજનોએ તેને જીવતો જોયો તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કોરોનાની બીજી વેવ વખતે (2021)માં કમલેશની તબિયત ઘણી બગડી હતી. તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ કમલેશને કોરોના દર્દી હોવાનું જણાવ્યું હતું.
વડોદરામાં જ અંતિમ સંસ્કાર કર્યા
2 વર્ષ પહેલા કમલેશને કોરોના થયા બાદ તેના પરિવારને અચાનક એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે કમલેશનું કોરોનાના કારણે મોત થઈ ગયું છે. આ શબ્દો સાંભળતા જ કમલેશના પરિવાર પર આભ તૂટી પડ્યું. કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે અમે આપના પુત્રના અંતિમ સંસ્કાર કરીએ છીએ. પરિવારને દૂરથી મૃતદેહ દેખાડવામાં આવ્યો હતો. જે પછી પરિવારે સ્વિકાર કરી લીધો કે કમલેશ દૂનિયાને અલવિદા કહી ચૂક્યો છે.
બે વર્ષથી એક ટોળકીના સકંજામાં હતો કમલેશ
બે વર્ષ બાદ અચાનક કમલેશના મામાના ઘરે સવારે ડોરબેલ વાગ્યો. બે વર્ષ પહેલા જેનો મૃતદેહ જોયો હતો તેને દરવાજો ખોલતા જ સામે જોતા સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયો હતો. કમલેશને જોઈ પરિવારની ખુશીનો પાર ન રહ્યો. પરિવારજનો તેમને મળવા પહોંચ્યા હતા. બે વર્ષ બાદ ઘરે પરત ફરેલા કમલેશે પરિવારજનોને કહ્યું કે, છેલ્લા બે વર્ષથી તે ગુજરાતમાં એક ટોળકીના સકંજામાં ફસાયો હતો. ત્યાં તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તે મોકો શોધી ત્યાંથી ભાગવામાં સફળ થયો. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…