હરીહરાનંદ ભારતી બાપુને જૂનાગઢ ભારતી આશ્રમ લઇ જવાયા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ કરાઈ

હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu)  ગુમ થયા બાદ નાસિકથી મળ્યા હતા અને વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઈને વડોદરા (Vadodara)  પહોંચી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાપુની પુછપરછ કરવામાં આવી હતી.

હરીહરાનંદ  ભારતી બાપુને જૂનાગઢ ભારતી આશ્રમ લઇ જવાયા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ કરાઈ
Hariharanand Bharti Bapu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 3:11 PM

જૂનાગઢ (Junagadh) ના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu)  ગુમ થયા બાદ નાસિકથી મળ્યા હતા અને વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઈને વડોદરા (Vadodara)  પહોંચી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાપુની પુછપરછ કરવામાં આવી હતી. તેની પુછપરછ બાદ તેમને જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમ લઇ જવાયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ઓફિસમાં પૂછપરછ બાદ તેમને જૂનાગઢ જવા રવાના કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ નાસિકમાં ટેક્સીમાંથી સલામત હોવાની માહિતી મળી હતી. બાપુના અનુયાયીઓ દ્વારા જ તેમને શોધી કઢાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમને લેવા માટે રવાના થઈ હતી અને તેમને નાસિકથી વડોદરા લાવી હતી. સ્વામી હરીહરાનંદને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, PCB અને સાયબર સેલ સહિતની ટીમો લાગી હતી. બાપુના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા તેજ બની રહી છે.

આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા

ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા હતા. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં કામે લાગી હતી.આ ઉપરાંત એ પણ સામે આવ્યુ હતુ કે, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે ગયા હતા. ત્યારે હાલ હરીહરાનંદ બાપુ ક્યા કારણોસર ગુમ થયા હતા તે પોલીસ પુછપરછમાં જ માહિતી બહાર આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી

હરીહરાનંદ ભારતી બાપુએ ગુમ થતાં પહેલાં એક ચીઠ્ઠી લખી હતી આ ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો હતો. હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી હતી. આ ઘટના બાદ હરીહરાનંદ ભારતી બાપુના ભક્તોએ વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હરીહરાનંદ ભારતી બાપુને માથાભારે શખ્શો તરફથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળતી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જેણા કારણે વડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">