AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: વૈષ્ણવ દેવી જનારા યાત્રાળું માટે સારા સમાચાર, વડોદરાના DRMએ ટ્વિટ કરીને આપી આ માહિતી

વૈષ્ણવ દેવીએ જવા ઇચ્છતા ગુજરાતીઓ માટે  વડોદરા (Vadodara) DRMએ ટ્વિટ કરીને એક મહત્વની માહિતી આપી છે. વડોદરાના DRMએ વૈષ્ણવ દેવી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12475) ભવાની મંડી પર 6 મહિના સુધી થોભવાની માહિતી આપી છે.

Indian Railways: વૈષ્ણવ દેવી જનારા યાત્રાળું માટે સારા સમાચાર, વડોદરાના DRMએ ટ્વિટ કરીને આપી આ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 12:57 PM
Share

Vaishno Devi New Train: હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે.  ખાસ કરીને ગુજરાતીઓ ઉનાળુ વેકેશનમાં પર્યટન સ્થળો અથવા તો યાત્રા સ્થળઓ જતા હોય છે. ખાસ કરીને યાત્રા સ્થળ વૈષ્ણવ દેવીએ પણ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ જતા હોય છે. ત્યારે આ વર્ષે વૈષ્ણવ દેવીએ જવા ઇચ્છતા ગુજરાતીઓ માટે  વડોદરા (Vadodara) DRMએ ટ્વિટ કરીને એક મહત્વની માહિતી આપી છે. વડોદરાના DRMએ (Divisional Railway Manager) વૈષ્ણવ દેવી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12475) ભવાની મંડી પર 6 મહિના સુધી થોભવાની માહિતી આપી છે.

આ પણ વાંચો-Gujarati Video : જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ

વડોદરા DRMએ વૈષ્ણવ દેવીના યાત્રાળું માટે એક મોટી સુવિધા કરી આપી છે. આ નિર્ણય મુસાફરી અને ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. વડોદરા DRMએ વૈષ્ણવ દેવી માતાના દર્શન માટે જનારા યાત્રાળુઓની મુસાફરી આરામદાયક બનાવવા માટે 6 મહિના સુધી 2 ગાડીઓને ભવાની મંડી પર વિરામ આપવાનો નિર્ણય લીધો છે.

વડોદરા DRM દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ

વડોદરા DRMએ કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યુ છે કે માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12475) 6 મહિના માટે ભવાની મંડી ખાતે રોકાશે. ટ્રેનનું આ સ્ટોપેજ દરરોજ રહેશે અને 16 મે 2023 થી 12 નવેમ્બર 2023 સુધી આ ટ્રેન રાત્રે 10.03 કલાકે ભવાની મંડી પહોંચશે. અહીં તેનું 2 મિનિટનું સ્ટોપેજ હશે અને તે સવારે 10.05 વાગ્યે સ્ટેશનથી નીકળશે.

કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસનો પરત ફરવાનો સમય

આ સુપરફાસ્ટ એક્સપ્રેસ પરત ફરથી વખતે 16 મે 2023 થી 12 નવેમ્બર 2023 સુધી ભવાની મંડી પર થોભશે. તો ત્યારે વૈષ્ણવ દેવીથી કટરા-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12476) મધરાતે 3 વાગે 58 મીનિટ પર ભવાની મંડી પર પહોંચશે. ત્યાર બાદ 2 મિનિટના વિરામબાદ ટ્રેન 4 વાગે તેના મૂળ સ્થાને જવા નીકળશે.

કટરા અને કટરા-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસનો માર્ગ

કટરા-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ જામનગરમાં હાપાથી સવારે 5.25 રોજ નીકળશે. આ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન રેલવે સ્ટેશન, વિરમગામ જંકશન, અમદાવાદ રેલવે સ્ટેશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન રેલવે સ્ટેશન, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદા, વિક્રમગઢ અલોટ, રામનગર, શામનગર સ્ટેશન પર ઉભી રહેશે. મંડી જંક્શન, કોટા જંક્શન, સવાઈ માધોપુર જંક્શન પર વિરામ લેશે. આ ટ્રેન દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, પાણીપત, અંબાલા, લુધિયાણા, જલંધર કેન્ટ, પઠાણકોટ છાવણી, કઠુઆ, જમ્મુ તાવી રેલ્વે સ્ટેશન, ઉધમપુર થઈને માતા વૈષ્ણોદેવી કટરા રરેલવે સ્ટેશન પહોંચે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">