Gujarati Video : જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ

Gujarati Video : જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 11:51 AM

જૂનાગઢમાં (Junagadh) ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ગીરનાર પર્વત પર  રોપ-વે (rope-way) સેવા પણ બંધ કરવામાં આવી છે. જેના કારણે અહીં આવેલા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢમાં આવેલા ગીરનાર પર્વત પર વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જૂનાગઢમાં (Junagadh) ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ગીરનાર પર્વત પર  રોપ-વે (rope-way) સેવા પણ બંધ કરવામાં આવી છે. જેના કારણે અહીં આવેલા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તોને પગથિયા ચડીને જ ગિરનાર પર જવાની ફરજ પડી રહી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો-Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે.જૂનાગઢ જિલ્લામાં ભારે પવન અને વાદળછાયા વાતાવરણના પગલે ગિરનાર પરની રોપ-વેને બંધ કરવાની ફરજ પડી છે. પવનની ગતિ ધીમી પડશે ત્યારે રોપ-વે શરૂ કરવામાં આવશે. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે કરાશે શરૂ

ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફરી રહ્યા છે. એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઈ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની નોબત આવેલી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">