Vadodara : ખાણ ખનીજ વિભાગ ઉંઘતુ રહ્યું અને ફ્લાઇંગ સ્કવોર્ડે રેડ પાડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

|

Dec 12, 2024 | 4:13 PM

સાવલીના પોઇચા-કનોડા પાસે મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવા છતાં, વડોદરા ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય રહ્યું. ફ્લાઈંગ સ્કવોડે દરોડો પાડી 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આ ઘટનામાં સ્થાનિક અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે. પુષ્કળ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થવાને કારણે રોષ ફેલાયો છે.

Vadodara : ખાણ ખનીજ વિભાગ ઉંઘતુ રહ્યું અને ફ્લાઇંગ સ્કવોર્ડે રેડ પાડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Follow us on

વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા-કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યુ હતુ. જો કે તેની સામે વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હોય તેવુ સામે આવ્યુ છે. કેમ કે  ખાણ ખનીજ વિભાગ હોવા છતા ફલાઈંગ સ્કવોડે દરોડો પાડી રેત ખનન પકડી  70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે પાડવામાં આવી હતી રેડ

મળેલી માહિતી મુજબ, સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન માહિતી ચાલતું હતું. જોકે, આ રેતી ખનન અંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સાવલી પોલીસ પણ અજાણ ન હતી. આમ છતાં, કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. દરમિયાન આ અંગેની માહિતી ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડને મળતાં ગઈકાલે સાંજે સાવલી પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.

કુલ રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ફ્લાઇંગ સ્કવોર્ડે સાવલી પોલીસને સાથે રાખી મહિસાગર નદીમાં દરોડો પાડતાં રેતી ઉલેચી રહેલા માફીયાઓએ દોડધામ કરી મૂકી હતી. રેડ દરમિયાન બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી, એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લા સંકલનની બેઠકમાં સાસંદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આ રજૂઆતો માત્ર કાગળ પુરતી સિમીત રહેતી હોય છે.

કરોડપતિ બિઝનેસમેનની દુલ્હન બની અભિનેત્રી, જુઓ ફોટો
ખાલી પેટ દરરોજ ખજૂર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
Saunf milk benefits : જો તમે વરિયાળી વાળું દૂધ પીશો તો શરીરમાં શું થશે ફેરફાર
માત્ર વધારે ખાવાથી જ નહીં પણ આ બીમારીને કારણે વધે છે વજન, જાણો કારણ
અંબાણીના અચ્છે દિન, મળ્યો 930 મેગાવોટ પાવર સપ્લાયનો ઓર્ડર

મજૂરો અને વાહન ચાલકો થઇ ગયા હતા ફરાર

જોકે, ફ્લાઇગ સ્કવોર્ડે દરોડો પાડતાં જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઇ ગયા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

Next Article