12.12.2024

કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો

Image - Getty Images

જીવનમાં મિત્રો હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જો તમારા જીવનમાં એવા મિત્રો છે જેના કારણે તમને સમસ્યા થઈ રહી છે.  તો આવી મિત્રતા તમારા માટે હાનિકારક છે.

જે મિત્રો તમારા પર ખૂબ જ નિર્ભર હોય છે અને દરેક વાતચીત દરમિયાન ફક્ત તેમની જ વાત રજૂ કરતા હોય તે મિત્ર તમારા માટે ટોક્સિક હોઈ શકે છે.

જે મિત્રો  તમને કોઈપણ પ્રકારનો સહારો આપતા નથી.

તો આવા લોકો ફક્ત જરૂરિયાત માટે જ મિત્ર બને છે.

 ટોક્સિક મિત્રો હંમેશા ડ્રામા કરે છે અને લડવા માટે તૈયાર હોય છે. આ પ્રકારની મિત્રતા તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.

 ટોક્સિક મિત્રો હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. આવા મિત્રો ઘણીવાર તમારી ખામીઓની મજાક ઉડાવે છે અને તમને હરીફ તરીકે જુએ છે.

જો તમારા જીવનમાં આવા મિત્રો છે, તો તરત જ તેમનાથી પોતાને દૂર રહેવુ જોઈએ.

ટોક્સિક મિત્રો સાથે રહેવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.