વડોદરામાં વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સામે આવ્યો, મંદિરમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે છુટા પાડવા પડ્યા

આ મંદિરના કબ્જાને લઈ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. એક જૂથના મહિલા ભક્તોએ સંતને અપશબ્દો બોલીને માર માર્યાના આક્ષેપ થઈ રહ્યાં છે. બંને જૂથના સામસામે આક્ષેપો કરી છે.

વડોદરામાં વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સામે આવ્યો, મંદિરમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે છુટા પાડવા પડ્યા
Swaminarayan temple in Vadodara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 4:20 PM

વડોદરા (Vadodara)માં વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સામે આવ્યો છે. વડોદરાના છાણી સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) માં બે જૂથ વચ્ચે જોરદાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્વામિનારાયણ મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં બે જૂથ વચ્ચેની મારામારી કેદ થઈ છે. મંદિર પરિસરમાં પહેલાથી હાજર પોલીસ (Police) જવાનોએ બંને જૂથના લોકોને છૂટા પાડીને સ્થિતિ શાંત કરી હતી. એક જૂથે મંદિરના સંત શ્રીરંગ સ્વામીને એક રૂમમાં કેદ કરી વિજળી બંધ કરી દીધી હતી. આ મંદિરના કબ્જાને લઈ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. એક જૂથના મહિલા ભક્તોએ સંતને અપશબ્દો બોલીને માર માર્યાના આક્ષેપ થઈ રહ્યાં છે. બંને જૂથના સામસામે આક્ષેપો કરી છે.

વડોદરાના છાણી સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મારામારી મુદ્દે બંને જૂથ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યાં છે. એક જૂથનો દાવો છે કે મંદિરની જમીન અમારા વડવાઓએ દાનમાં આપી છે. સંતોએ મંદિર ડેવલપ કર્યું છે. જ્યારે બીજી જૂથ હવે દાદાગીરી કરીને મંદિર પર કબ્જો જમાવવા માગે છે. આ બંને જૂથના સામસામે આક્ષેપો વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર છાણી ગામ ખાતે રહેતા દિનેશભાઈ મિસ્ત્રી અનેય લોકો સાથે સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં બેઠા હતા. આ દરમિયાન તેમના જ ફળિયામાં રહેતા વિપુલભાઈ કોઠારી તથા ચંદ્રકાંત મકવાણા આવીને અપશબ્દો બોલી અહીં કેમ બેઠા છો, અહીંથી બહાર નીકળી જાઓ તેમ કહેતાં બેને જૂથ વચ્ચે ઝપાઝપી થતાં દિનેશભાઈની પત્ની ચંદ્રિકાબેનના વાળ પકડીને જમીન પર ઢસળી હતી. પત્નીને બચાવવા વચ્ચે પડતાં દિનેશભાઈને પણ માર માર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે વિપુલભાઈ અને ચંદ્રકાંતભાઈ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સામા પક્ષે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપ લગાવાયો છેે કે દિનેશભાઈ તેમના મળતિયાઓ સાથે મંદિરમાં ધસી આવે છે અને સ્અવામી સાથે અસભ્ય વર્તન કરે છે અને કમ્પાઉન્ડમાં બેસી હરિભક્તોને દર્શન કરતાં રોકે છે. આ ઉપરાંત મંદિરનો વીજ સપ્લાય પણ બંધ કરી દીધો છે. અમારી સાથે કમ્પાઉન્ડમાં રકઝક  કરી તમે લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં. તેમ જણાવી દિનેશભાઈ ,ચંદ્રિકાબેન રાજુભાઈ અને કિશોરભાઈએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">