Vadodara : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા મુશ્કેલી સર્જાઈ, આ ગામો માટે જાહેર કરાયું એલર્ટ

|

Aug 17, 2022 | 9:10 AM

નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (ALert) આપવામાં આવ્યુ છે.

Vadodara : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા મુશ્કેલી સર્જાઈ, આ ગામો માટે જાહેર કરાયું એલર્ટ
Alert 4 villages in dabhoi taluka

Follow us on

રાજ્યમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને (Rain) પગલે કેટલાક ગામોમાં સ્થિતિ વણસી છે. તો બીજી તરફ ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (Alert) આપવામાં આવ્યુ છે. એટલું જ નહીં સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે

નર્મદા ઘાટીના (Narmada River) ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ઓમકારેશ્વર ડેમમાં (Omkareshvar dam) ધશથી છોડાતા પાણી થી સરદાર સરોવર જળાશય ભરાઈ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે સાંજના 5 વાગે સરદાર સરોવર બંધ ખાતે 23 રેડિયલ ગેટ્સ 2.90 મીટરની નવી ઊંચાઈ સુધી ખોલવા પડશે. હાલમાં આ ગેટ્સ 2.25 મીટર ખુલ્લા છે અને તેમાં થઈને 3.50 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને 4.50 લાખ ક્યુસેક થશે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાંથી નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.આ ઉપરાંત ચક્રતીર્થ ઘાટ, મલ્હારાવ ઘાટ , સોમેશ્વર ઘાટ સહિત 4 જેટલા ઘાટ પર પોલીસનો (Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો માછીમારોને (Fisherman) પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Published On - 8:51 am, Wed, 17 August 22

Next Article