AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 6 અને 10 માં નાપાસ થયેલો ઇસમ બન્યો ચાઈનીઝ સાયબર ક્રિમિનલ, ચીનથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ

સહકારી મંડળીઓમાં એકાઉન્ટન્ટને લગતા કામકાજ કરતો ઈસમ ચીન સાથે મળી આચરતો હતો કૌભાંડ, આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં 5 શખ્સોને ઝડપી પાડી ચાઈનીઝ સાયબર ક્રિમિનલ છેલ્લા દોઢ-બે વર્ષથી ભારતીયોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે

ધોરણ 6 અને 10 માં નાપાસ થયેલો ઇસમ બન્યો ચાઈનીઝ સાયબર ક્રિમિનલ, ચીનથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:37 AM
Share

લોન અને રોકાણના નામે છેક ચીનથી ચાલતા એક કૌભાંડનો પર્દાફાશ વડોદરામાં થયો છે. વડોદરા સાયબર ક્રાઈમે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાઈનીઝ સાયબર ક્રિમિનલ છેલ્લા દોઢ-બે વર્ષથી ભારતીયોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં ઉમંગ પટેલ નામના આરોપી મારફતે ચાલતા કૌભાંડ પરથી પોલીસે પડદો ઉઠાવી લીધો છે. આ ટોળકી મોર્ફ કરેલા બિભત્સ ફોટાને લઈને બ્લેકમેઈલ કરતી હતી. જો કે, જીતેન્દ્રકુમાર ચૌધરીએ છેતરપિંડીની ફરિયાદ કરતાં આખાય કૌભાંડનો પર્દાફાશ થયો.

વડોદરા સાયબર ક્રાઈમ સેલ કેન્દ્રીય એજન્સીઓની મદદથી કરશે તપાસ

આરોપી ઉમંગ પટેલ જેવા 100થી વધુ ઓપરેટરો જુદા જુદા નેટવર્ક ઓપરેટ કરે છે. ભારતમાં ગુજરાત ઉપરાંત ઓરિસ્સા, બિહાર, તેલંગાણા અને કર્ણાટકમાં પણ ચાઈનીઝ નેટવર્ક પથરાયેલું છે. આ ઘટનામાં વડોદરા સાયબર ક્રાઈમ સેલ કેન્દ્રીય એજન્સીઓની મદદથી આગળની તપાસ કરશે તેવું પણ સામે આવ્યું છે. જો કે અત્યારે ઝડપાયેલા આરોપીઓના સંખ્યાબંધ એકાઉન્ટ ખુલ્યા છે. જે અંગે દિલ્લી અને મુંબઈમાં સાયબર ક્રાઇમ સેલની ટીમોએ તપાસ આદરી છે.

ફરિયાદીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા વિદેશના નંબર પરથી વોટ્સએપ કરતાં

આ ટોળકી કેવી રીતે કૌભાંડ આચરતી હતી તેની વિગતે વાત કરીએ તો ઈન્સ્ટન્ટ લોન અને ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને આકર્ષાતા હતા. જો કે, લોનની રકમની ભરપાઈના નામે લોકોને બ્લેકમેઈલ કરતાં ફરિયાદીએ આ એપ્લીકેશન મારફતે અઢી લાખની લોન લીધી હતી. જો કે, આરોપી ટોળકીએ 7 લાખથી વધુની રકમ વ્યાજ સહિત વસુલી. જે બાદ પણ ફરિયાદીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા વિદેશના નંબર પરથી વોટ્સએપ કરતાં હતા. અને ફરિયાદીને બ્લેઈમેઈલ કરવામાં આવતો હતો. બ્લેકમેઈલિંગથી પડાવેલા નાણા આંગડિયા મારફતે મગાવાતા હતા. જેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડો રૂપિયા ચીન મોકલાતા હતા.

આ પણ વાંચો : ડભોઈમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી ઉમંગ પટેલ સહિત 5 લોકોને પકડી પાડ્યા છે. ઉમંગ પટેલ ધોરણ 12 નાપાસ છે. જો કે, સહકારી મંડળીઓમાં એકાઉન્ટન્ટને લગતા કામકાજ કરતો હતો. આ બાદ તે જૂન 2022થી ટેલીગ્રામ મારફતે ચાઈનીઝ લોકોના સંપર્કમાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી 10 જેટલી છેતરપિંડી આચરી છે. અન્ય બે આરોપીઓ ધોરણ 10 અને ધોરણ 6 નાપાસ છે. તો એક આરોપી CA પણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">